મશહુર ડાંસર સપના ચૌધરી અને તેના પરિવાર સામે થઈ પોલીસ ફરિયાદ, જાણો શુ છે મામલો
લગ્નના બાદથી જ તેને દહેજ માટે સતત માંગણી કરવામાં આવતી હતી
પુત્રીના જન્મ બાદ પિતાએ 3 લાખ રૂપિયા, સોનું, ચાંદી અને કપડા આપ્યા હતા
Image insta |
હરિયાણા, તા. 4 ફેબ્રુઆરી 2023, શનિવાર
હરિયાણાની જાણીતી ડાંસર સપના ચૌધરીના ફેન્સ માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. સપના ચૌધરી સહિત તેમની માતા અને ભાઈ સામે દહેજ અને ઉત્પીડનનો કેસ નોંધવામાં આવ્યો છે. દહેજમાં ક્રેટા ગાડી માંગવાનો અને મારપીટ કરવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. ફરીદાબાદના પલવલ મહિલા પોલીસે કેસ નોંધ્યો છે.
લગ્નના બાદથી જ તેને દહેજ માટે સતત માંગણી કરવામાં આવતી હતી
હરિયાણાની પ્રખ્યાત ડાંસર સપના ચૌધરી, ભાઈ કર્ણ અને માતા નીલમ વિરુદ્ધ પલવલ મહિલા પોલીસ મથકમાં દહેજ ઉત્પીડન, મારપીટ બાબતે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. સપના ચૌધરીની ભાભીએ આ કેસ નોંધાવ્યો છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે લગ્નના બાદથી જ તેને દહેજ માટે પ્રતાડિત કરવામાં આવતું હતું. જયારે પીડિતાની પુત્રી જન્મી ત્યારે સાસરીયા પક્ષે ગાડીની માંગણી કરી હતી.
પુત્રીના જન્મ બાદ પિતાએ 3 લાખ રૂપિયા, સોનું, ચાંદી અને કપડા આપ્યા હતા
પીડિતાના જણાવ્યા મુજબ, પુત્રીના જન્મ બાદ પિતાએ 3 લાખ રૂપિયા, સોનું, ચાંદી અને કપડા આપ્યા હતા. આટલું મળ્યા પછી પણ સાસરીયા પક્ષ તરફથી ક્રેટા ગાડીની માંગણી કરવામાં આવી હતી, પણ ગાડી ન મળતા તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. હાલમાં કોઈપણ આરોપી સામે પગલા લેવાયા નથી.