'ભારત ગમે ત્યારે હુમલો કરી શકે', PoKના 'પ્રેસિડેન્ટ' ડર્યા! UN પાસે તાત્કાલિક મધ્યસ્થાની કરી માગ
Pahalgam Terrorist Attack: 22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને એક અઠવાડિયાથી વધુનો સમય થઈ ચૂક્યો છે. ભારતના એક્શનથી પાકિસ્તાનમાં ડરનો માહોલ છે. તેના નેતા રાત્રે અઢી વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. પાડોશી દેશ વારંવાર કહી રહ્યા છે કે ભારત ગમે ત્યારે હુમલો કરી શકે છે. હવે PoKના પ્રેસિડેન્ટ ગણાતા સુલ્તાન ચૌધરીએ યુએન અને મિત્ર દેશો સાથે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માગ કરી છે.
ચૌધરીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ સાથે તણાવ વધવાની ચેતવણી આપતા મધ્યસ્થતાની ભૂમિકા નિભાવવાની અપીલ કરી છે. સુલ્તાન ચૌધરીએ આંતરરાષ્ટ્રીય ભાગીદારીની તત્કાલ જરૂરિયાત જણાવી. તેમણે કહ્યું કે, 'ઘણી બધી ગતિવિધિઓ ચાલી રહી છે અને બીજું કંઈ પણ હોય શકે છે. મને લાગે છે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ માટે કાશ્મીર પર કેટલીક મધ્યસ્થતાની ભૂમિકા નિભાવવાનો આ યોગ્ય સમય છે. કારણ કે આટલા લાંબા સમયથી અમારા કાશ્મીરના લોકોએ ઘણું બધુ સહન કર્યું છે. ભારત કંઈ પણ કરી શકે છે.'