Get The App

PM મોદી દ્વારા 'સ્વચ્છતા હી સેવા' અભિયાનની શરૂઆત

Updated: Sep 15th, 2018

GS TEAM

Google News
Google News
PM મોદી દ્વારા 'સ્વચ્છતા હી સેવા' અભિયાનની શરૂઆત 1 - image

નવી દિલ્હી, તા. 15 સપ્ટેમ્બર 2018 શનિવાર

PM મોદીએ સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા હી સેવા આંદોલનને 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીના અવસરે સાચી શ્રદ્ધાંજલિ ગણાવી.

આ અભિયાનને સફળ બનાવવા માટે PMએ તમામ રાજ્યોના રાજ્યપાલ, મુખ્યમંત્રી અને નાયબમુખ્યમંત્રીઓને પત્ર લખ્યા છે.

વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સ દ્વારા મધ્ય પ્રદેશના રાજગઢમાં કાર્યક્રમની શરૂઆત કરી. આ અભિયાનનો ભાગ બનવા અને સ્વચ્છ ભારત મિશનને સફળ બનાવવા માટે વડાપ્રધાન મોદી લગભગ 2 હજાર નાગરિકોને જાતે પત્ર લખી ચૂક્યા છે.

PM મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યુ કે 4 વર્ષમાં 9 કરોડ શૌચાલય બન્યા છે. દેશના 2 કરોડ લોકોને અભિયાન સાથે જોડાવાનું લક્ષ્ય છે. આજથી 15 દિવસ ગાંધીજીની જન્મજયતી 2 ઓક્ટોબર સુધી અભિયાન ચાલશે. જીવનમાં સ્વચ્છતાનું ખૂબ મહત્વ છે. 4 વર્ષમાં 430 જિલ્લા ખુલ્લામાં શૌચથી મુક્ત થયા છે.

Tags :