Get The App

સીઝફાયર બાદ PM મોદીની મોટી બેઠક; NSA-CDS સહિત ત્રણેય આર્મી ચીફ જોડાયા

Updated: May 11th, 2025

GS TEAM


Google News
Google News
સીઝફાયર બાદ PM મોદીની મોટી બેઠક; NSA-CDS સહિત ત્રણેય આર્મી ચીફ જોડાયા 1 - image

પ્રતિકાત્મક તસવીર...



PM Modi Meeting: ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયરની જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટી બેઠક બોલાવી છે. જેમાં NSA અજિત ડોભાલ, CDS અનિલ ચૌહાણ અને ત્રણેય સેનાના વડાઓ પણ શામેલ થયા છે. આ બેઠકમાં વડાપ્રધાનને યુદ્ધવિરામ પછીની પરિસ્થિતિ વિશે માહિતી આપવામાં આવી રહી છે. આ બેઠક વડાપ્રધાન મોદીના નિવાસ સ્થાને યોજવામાં આવી હતી. 

ઉલ્લેખનીય છે કે અગાઉ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે જાહેરાત કરી હતી કે ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અને સંપૂર્ણ યુદ્ધવિરામ પર સંમત થઈ ગયા છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે અમેરિકાની મધ્યસ્થતા હેઠળ વાતચીત બાદ આ શક્ય થયું છે જોકે ભારતે આ દાવો ફગાવી દીધો હતો.

સીઝફાયર બાદ PM મોદીની મોટી બેઠક; NSA-CDS સહિત ત્રણેય આર્મી ચીફ જોડાયા 2 - image



Tags :