India

ટ્રમ્પના ટેરિફ વચ્ચે વડાપ્રધાન મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે મુલાકાતની શક્યતા

By GS TEAM
28 Aug 20252 mins read
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે રવિવારે (31મી ઓગસ્ટ) દ્વિપક્ષીય બેઠક યોજાઈ તેવી શક્યતા છે. આ બેઠક શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટની બાજુમાં યોજાઈ શકે છે. વડાપ્રધાન મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આમંત્રણ પર 31મી ઓગસ્ટથી પહેલી સપ્ટેમ્બર દરમિયાન ચીનના તિયાનજિનમાં યોજાનારી SCO સમિટમાં હાજરી આપી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પના ટેરિફ વચ્ચે વડાપ્રધાન મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે મુલાકાતની શક્યતા

SCO Meeting: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે રવિવારે (31મી ઓગસ્ટ) દ્વિપક્ષીય બેઠક યોજાઈ તેવી શક્યતા છે. આ બેઠક શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટની બાજુમાં યોજાઈ શકે છે. વડાપ્રધાન મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આમંત્રણ પર 31મી ઓગસ્ટથી પહેલી સપ્ટેમ્બર દરમિયાન ચીનના તિયાનજિનમાં યોજાનારી SCO સમિટમાં હાજરી આપી શકે છે. 

પીએમ મોદી છેલ્લે 2018માં ચીનની મુલાકાતે ગયા હતા

અહેવાલો અનુસાર, આ બેઠક એવા સમયે યોજાઈ શકે છે, જ્યારે ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ પર તણાવ ઓછો થયો છે. બંને દેશો ડેપસાંગ અને ડેમચોક વિસ્તારમાં પેટ્રોલિંગના અધિકાર પર સંમત થયા છે. બીજી તરફ ટેરિફને લઈને અમેરિકા સાથેના સંબંધો પણ ઘટવા લાગ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે છેલ્લી મુલાકાત 23મી ઓક્ટોબર 2024 ના રોજ રશિયાના કાઝાનમાં બ્રિક્સ સમિટ દરમિયાન થઈ હતી. વડાપ્રધાન મોદી છેલ્લે 2018માં ચીનની મુલાકાતે ગયા હતા.

ભારત અને ચીન વચ્ચે સંબંધો સુધારી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે, મે 2020માં પૂર્વી લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીની ઘૂસણખોરી બાદ શરૂ થયેલા લશ્કરી અવરોધ બાદ ભારત અને ચીન વચ્ચે રાજદ્વારી સંબંધોમાં ખટાશ આવી હતી. ત્યારથી બંને દેશોએ સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. માનસરોવર યાત્રા ફરી શરૂ કરવામાં આવી છે. ચીની પ્રવાસીઓને વિઝા આપવામાં આવી રહ્યા છે અને સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવા માટે વિચારણા કરવામાં આવી રહી છે.