Get The App

અમેરિકા સાથે તનાતની વચ્ચે વડાપ્રધાન મોદી જશે ચીન અને જાપાન, SCO શિખર સંમેલનમાં લેશે ભાગ

Updated: Aug 6th, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકા સાથે તનાતની વચ્ચે વડાપ્રધાન મોદી જશે ચીન અને જાપાન, SCO શિખર સંમેલનમાં લેશે ભાગ 1 - image


PM Modi Visit China: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને શાંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલનમાં ભાગ લેવા ચીન જશે. પૂર્વીય લદ્દાખના ગલવાનમાં બંને દેશોની સેના વચ્ચે 2020માં થયેલી અથડામણ બાદ પ્રથમ વખત વડાપ્રધાન મોદી ચીનની મુલાકાત લેશે. તેમનો આ પ્રવાસ ભારત અને ચીન તરફથી દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવે તેવી શક્યતા છે. 

ચીનમાં 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન SCO (શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન)નું આયોજન થવાનું છે. વડાપ્રધાન મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગે અગાઉ ઓક્ટોબર, 2024માં રશિયામાં બ્રિક્સ શિખર સંમેલનમાં મુલાકાત કરી હતી. ચીનના વિદેશ મંત્રાલય અનુસાર, 20થી વધુ દેશોના નેતા અને 10 આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રમુખ એસસીઓ શિખર સંમેલન અને સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લેશે. 

ચીન-ભારતનો સંબંધો સુધારવા પ્રયાસ

અમેરિકા દ્વારા એપ્રિલમાં ટેરિફ વૉરની જાહેરાત બાદથી ચીન ભારત સાથે વેપાર સંબંધો સુધારવા માટે પ્રયાસ કરી રહ્યું છે. ભારતે પણ તેને સકારાત્મક સંકેત આપ્યો છે. ચીનની સરકારે અવારનવાર ભારત સાથે વેપાર સંબંધો સુધારવાના નિવેદનો આપ્યા છે. હાલમાં થોડા સમય પહેલાં જ વિદેશ મંત્રી ચીન ગયા હતાં. તેઓ એસસીઓ ફોરેન મિનિસ્ટર્સ મીટિંગમાં ભાગ લેવા બેઈજિંગ ગયા હતાં.

આ પણ વાંચોઃ કૈલાશ માનસરોવર યાત્રા માર્ગમાં અચાનક ભૂસ્ખલન, 413 તીર્થ યાત્રીઓને બચાવાયા

PM મોદીની આ મુલાકાત છે ખાસ

ચીનમાં યોજાનારા SCO સંમેલનમાં ભાગ લેતાં પહેલાં વડાપ્રધાન મોદી જાપાનની મુલાકાત કરશે. 30 ઓગસ્ટના રોજ તેઓ જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદીની ચીનની મુલાકાત ખાસ રહેશે. કારણકે, અમેરિકા ચીન બાદ હવે ભારતને સતત ટેરિફ વધારવા ધમકી આપી રહ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે, બ્રિક્સ દેશ ડોલરને નબળો પાડી રહ્યા છે. ટ્રમ્પના ટેરિફ વૉરના કારણે ચીન અને ભારત (ડ્રેગન અને એલિફન્ટ) એકજૂટ થવા તૈયાર થયા છે. 


અમેરિકા સાથે તનાતની વચ્ચે વડાપ્રધાન મોદી જશે ચીન અને જાપાન, SCO શિખર સંમેલનમાં લેશે ભાગ 2 - image

Tags :