'યા હબીબી, યા હબીબી... બોલીને મોહમ્મદ બિન સલમાનને મળશે પીએમ મોદી', ઓવૈસીના પ્રહાર
Image Twitter |
PM Modi on Saudi Arabia visit: દેશના તમામ મુસ્લિમ સંગઠનો હાલમાં વક્ફ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદી તેમના બે દિવસીય રાજકીય પ્રવાસ પર સાઉદી અરબ પહોંચ્યા છે. સાઉદી અરેબિયા પહોંચતા જ 21 તોપોની સલામી સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : BIG NEWS: જમ્મુ કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર આતંકવાદી હુમલો, એકનું મોત, ચાર ઘાયલ
વક્ફ કાયદા સામે વિરોધ પ્રદર્શન દરમિયાન AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પીએમ મોદીને સાઉદી યાત્રા પર કટાક્ષ કર્યો હતો. મંગળવારે મંચ પરથી બોલતાં તેમણે કહ્યું કે, માશાલ્લાહ, પીએમ મોદી હવે સાઉદી અરેબિયા ગયા છે, ત્યાં મોહમ્મદ બિન સલમાનને 'યા હબીબી, યા હબીબી' બોલીને મળશે અને ભારતમાં આવીને કહેશે કે, તેમના કપડાં જોઈને ઓળખો.