સ્વતંત્રતા દિવસે PM મોદી જોવા મળ્યા ટ્રેડીશનલ પહેરવેશમાં, જાણો ખાસિયત
નવી દિલ્હી, તા. 15 ઑગસ્ટ 2019, ગુરૂવાર
સ્વતંત્રતા દિવસના પાવન પર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાથી રાષ્ટ્રને સંબોધન કર્યું. આ પ્રસંગે PM મોદી ટ્રેડીશનલ પહેરવેશમાં જોવા મળ્યા. આ વર્ષે PM મોદીએ ખાદીના ઝબ્બાની સાથે ગળામાં ગમછો અને માથે પાઘડી બાંધી હતી.
PM મોદીનો ખાદીનો ઝબ્બો
PM મોદી અવાર-નવાર ખાદીના ઝબ્બામાં જોવા મળે છે. સ્વતંત્રતા દિવસના પાવન પર્વમાં દેશની જનતાને સંબોધીત કરતે વખતે એમણે સફેદ રંગનો ખાદીનો ઝબ્બો પહેર્યો હતો. અને માથે જોધપુરી પાઘડી પહેરી હતી.
PM મોદીનો ગમછો
PM મોદી સામાન્ય રીતે આસામી ગમછો પહેરતા જોવા મળે છે. વિશ્વ યોગ દિસવે પણ એમણે એવો જ ગમછો પહેર્યો હતો, પરંતુ આ વખતે એમનો ગમછો જોઈને લાગી રહ્યું હતું કે હાથેથી ભરતકામ કામ કરવામાં આવ્યું હોય. કેસરી અને સફેદ રંગના એ ગમછામાં કાળા રંગની બિંદી પણ હતી.
PM મોદીની જોધપુરી પાઘડી
ભાષણ દરમ્યાન વડાપ્રધાન મોદીના માથે રંગબેરંગી પાઘડી પણ જોવા મળી. ઉલ્લેખનીય છે કે, આ જોઘપુરી પાઘડી હતી. આને રોયલ પાઘડી એટલા માટે કહેવામાં ન આવે કારણ કે, એમાં ગુલાબી અને પીળા રંગનું મિશ્રણ હોય છે.