PM મોદીએ આજે ગંગા વિલાસ ક્રૂઝને આપી લીલી ઝંડી, ટેન્ટ સિટીનું પણ ઉદ્ઘાટન કર્યું
ગંગા વિલાસ વિશ્વની સૌથી લાંબી રિવર ક્રૂઝ છે
પીએમ મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા લીલી ઝંડી આપી
Image: Twitter |
13, જાન્યુઆરી 2023, શુક્રવાર
દેશને આજે ગંગા વિલાસ ક્રૂઝના રુપમાં એક નવી ભેટ મળી છે. આજે પીએમ નરેન્દ્ર મોદી વિડ્યો કોન્ફરન્સના માધ્યમથી વારાણસીમાં ગંગા નદીના કિનારે દુનિયાની સૌથી લાંબી રિવર ક્રૂઝ એમવી ગંગા વિલાસને લીલી ઝંડી આપી હતી. આ તેમણે સાથે ટેંટ સીટીનું પણ ઉદ્ઘાટન કર્યું હતુ. પીએમઓના કાર્યાલયના જણાવ્યા મુજબ આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી 1000 કરોડ કરતા પણ વધારે રુપિયાની અન્ય જળમાર્ગ પરિયોજનાનું પણ ઉદ્ઘાટન કર્યું છે.
વિદેશી સહેલાણીઓ પહોંચી ગયા વારાણસી
એમવી ગંગા વિલાસ વારાણસીથી તેની યાત્રા શરુ કરશે અને 51 દિવસમાં લગભગ 3200 કિલોમીટરની દુરી નક્કી કરશે. આ ક્રૂઝ બાંગ્લાદેશ થઈને આસામના ડિબ્રુગઢ પહોંચશે. આ દરમિયાન આ ક્રૂઝ ભારત અને બાંગ્લાદેશમાં વહેતી કુલ 27 નદી પર પ્રવાસ કરીને તેમના નિર્ધારિત સ્થળ પર પહોંચશે. ગંગા વિલાસ ક્રૂઝના માધ્યમથી 50 પર્યટક સ્થળો એકબિજાથી જોડાશે. રિવર ક્રૂઝ ગંગા વિલાસમાં યાત્રા કરવા માટે વિદેશી સહેલાણીઓ વારાણસી પહોંચી ચુક્યા છે અને આજે તેમની પહેલી ટુકડી રવાના થશે.