- વડાપ્રધાનની ઓફિસનું નિવેદન જણાવે છે કે : આ ત્રણે ભારતની સંરક્ષણ ઉત્પાદન શક્તિનાં પણ વૈશ્વિક દ્યોતક બની રહેશે
મુંબઈ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીંના નેવલ ડૉકયાર્ડમાં ભારતનાં બે યુદ્ધ જહાજો અને એક સબમરીન વહેતા મુક્યા હતાં. આ પૈકી આઈએનએસ સુરત P15-B ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોચર પ્રોજેક્ટ નીચે રચવામાં આવેલ છે. તે વિશ્વમાં સૌથી મોટી અને સૌથી આધુનિક ડીસ્ટ્રોયર બની રહેશે. તેમાં ૭૫ ટકા સાધનો અને યંત્રો સ્વનિર્મિત છે. જે સ્ટેટ ઓફ આર્ટ વેપન સિસ્ટીમ પણ ધરાવે છે. તેમાં એડવાન્સ્ડ નેટવર્ક સેન્ટ્રિક કેપેબિલિટીઝ (ક્ષમતા) છે.
આઈએનએસ નીલગીરી P17A સ્લીધ ફ્રીગેટ છે. જેની સંરચના ઇન્ડીયન નેવી વોરશિપ ડીઝાન બ્યુરો દ્વારા કરવામાં આવી છે. શિવાલિક વર્ગની આ ફ્રીગેટ સ્વીધ પ્રકારની છે. તે રડારમાં જલ્દી પકડાતી નથી. તેમાં સ્ટેટ ઓફ આર્ટ ટેકનોલોજી છે.
આ બંને યુદ્ધ જહાજો એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર્સ જેવા કે એમએચ-૬૦આર ધરાવે છે.
આઈએનએસ વાઘશીર-વાઘેશ્વરી-પી-૭૫ સ્કોર્પીનો પ્રોજેક્ટના ભાગરૂપે બનાવાઈ છે. તે સબમરીન પણ બનાવવામાં ભારતની ક્ષમતાની દ્યોતક છે. તે ફ્રાંસનાં નેવલ ગૂ્રપના સહકારમાં બનાવવામાં આવી છે. આ સબમરીન મોસ્ટ સાયબર પ્રકારની છે. તે એન્ટી સબમરીન અને એન્ટી સર્ફેસ વોરફેર તેમ બંનેમાં ઉપયોગી છે. તેમાં જાસૂસી કરવા માટેના પણ ઉપકરણો છે. તેમજ વિશેષ કાર્યવાહી કરવાને પણ સક્ષમ છે. આ સબમરીનમાં વાયર ગાઈડેડ ટોર્પીડોઝ, એન્ટી શિપ મિસાઇલ્સ અને એડવાન્સ્ડ સોનાર સીસ્ટીમ્સ છે.
આ રીતે ભારતે હવે તેની સમુદ્રીય શકિત વધારવાની દિશામાં હરણફાળ ભરી છે.


