Get The App

'આ આત્મા તમારો પીછો નહીં છોડે...', બહુમત વગર ફરી PM બનતાં મોદી પર શરદ પવારના પ્રહાર

Updated: Jun 11th, 2024

GS TEAM

Google News
Google News
'આ આત્મા તમારો પીછો નહીં છોડે...', બહુમત વગર ફરી PM બનતાં મોદી પર શરદ પવારના પ્રહાર 1 - image


Sharad pawar on PM Modi | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત પીએમ તરીકે શપથ લીધા પછી   NCP (શરદ પવાર) પાર્ટીના પ્રમુખ શરદ પવારે પૂછ્યું કે શું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશનું નેતૃત્વ કરવાનો આદેશ મળ્યો છે? તેમણે સોમવારે કહ્યું કે ભાજપ લોકસભા ચૂંટણીમાં બહુમતી ચૂકી ગયું છે. કેન્દ્રમાં નવી ગઠબંધન સરકાર બનાવવા માટે તેમણે એનડીએના સાથી પક્ષોનો ટેકો લેવો પડ્યો. શરદ પવાર પુણેથી લગભગ 125 કિલોમીટર દૂર અહમદનગરમાં NCPના 25માં સ્થાપના દિવસના અવસર પર એક સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા. આ સંમેલનમાં પક્ષના નવા ચૂંટાયેલા સાંસદોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

શરદ પવારે શું કહ્યું?

પવારે કહ્યું કે, "નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા, પરંતુ શપથ લેતા પહેલા શું તેમની પાસે દેશનો જનાદેશ હતો? શું દેશની જનતાએ તેમને સંમતિ આપી હતી? ભાજપ પાસે બહુમતી નહોતી. તેઓ હારી ગયા હતા. તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટીની મદદ લેવી પડી અને પછી તેઓ સરકાર બનાવી શક્યા હતા.

આ આત્મા તમારો પીછો નહીં છોડે 

મોદીએ 'ભટકતી આત્મા' કહેતા શરદ પવારે કહ્યું કે આ સારું છે કેમ કે આત્મા શાશ્વત છે અને આ આત્મા તમારો પીછો નહીં છોડે. પવારે કહ્યું કે મોદીએ શિવસેના (યુબીટી)ને નકલી શિવસેના કહ્યા. તેમણે પૂછ્યું કે શું વડાપ્રધાન પદ સંભાળનાર વ્યક્તિએ કોઈને 'નકલી' કહેવું જોઈએ. પાર્ટી અંગે પવારે કહ્યું કે તે લોકોનું સમર્થન મેળવવા માટે એક નવી અને કાર્યક્ષમ ટીમ બનાવશે.

Tags :