Project Cheetah: PM મોદીએ નામિબિયાથી આવેલા 8 ચિત્તા કુનો પાર્કમાં છૂટા મુક્યા


ભોપાલ, તા. 17 સપ્ટેમ્બર 2022 શનિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે.


આ અવસરે પીએમ મોદી નામિબિયાથી આવેલા 8 ચિત્તાને મધ્ય પ્રદેશના કૂનો-પાલપુર નેશનલ પાર્કમાં છોડી દીધા છે. 

વધુ વાંચો: Project Cheetah: ગ્વાલિયર એરપોર્ટ ખાતે લેન્ડ થયું 8 ચિત્તાઓ સાથેનું વિમાન


આ સાથે જ 74 વર્ષ બાદ ભારતમાં ચિત્તાનો અવાજ સંભળાશે. આ ચિત્તાને ખાસ વિમાન દ્વારા ગ્વાલિયર એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા.


અહીંથી ચિનૂક હેલિકોપ્ટરથી તેમને કૂનો નેશનલ પાર્ક લઈ જવામાં આવ્યા હતા. પીએમ મોદીએ આ બાદ દેશને સંબોધિત કર્યો. 

ચિત્તાઓને જોવા માટે દેશવાસીઓએ અમુક મહિના ધીરજ રાખવી પડશે

પીએમ મોદીએ દેશને સંબોધિત કરતા કહ્યુ કે કૂનો નેશનલ પાર્કમાં છોડવામાં આવેલા ચિત્તાઓને જોવા માટે દેશવાસીઓએ અમુક મહિના ધીરજ રાખવી પડશે, રાહ જોવી પડશે. આજે આ ચિત્તા મહેમાન બનીને આવ્યા છે. આ વિસ્તારથી અજાણ છે. કૂનો નેશનલ પાર્કને આ ચિત્તા પોતાનુ ઘર બનાવી શકે તે માટે આપણે આ ચિત્તાઓને અમુક મહિનાઓનો સમય આપવો પડશે.

આ દરમિયાન તેમણે કહ્યુ કે દાયકાઓ પહેલા જૈવ-વિવિધતાની જે સદીઓ જૂની કડી તૂટી ગઈ હતી, વિલુપ્ત થઈ ગઈ હતી. આજે અમે તેને ફરીથી જોડવાની તક મળી છે. પીએમ મોદીએ કહ્યુ કે આજે ભારતની ધરતી પર ચિત્તા પાછા આવ્યા છે અને હુ એ પણ કહીશ કે આ ચિત્તાઓની સાથે જ ભારતની પ્રકૃતિપ્રેમી ચેતના પણ પૂરી શક્તિથી જાગૃત થઈ ઉઠી છે.

હુ આપણા મિત્ર દેશ નામિબિયા અને ત્યાંની સરકારનો આભાર માનુ છુ. જેમના સહયોગથી દાયકાઓ બાદ ચિત્તા ભારતની ધરતી પર પાછા આવ્યા છે. એ દુર્ભાગ્ય રહ્યુ કે અમે 1952માં ચિત્તાઓને દેશમાંથી લુપ્ત જાહેર કરી દીધા, પરંતુ તેમના પુનર્વાસ માટે દાયકાઓ સુધી કોઈ સાર્થક પ્રયાસ થયો નહીં.

આજે આઝાદીના અમૃતકાળમાં હવે દેશ નવી ઉર્જા સાથે ચિત્તાઓના પુનર્વાસ માટે કાર્યરત છે. એ વાત સાચી છેકે જ્યારે પ્રકૃતિ અને પર્યાવરણની રક્ષા થાય છે તો આપણુ ભવિષ્ય પણ સુરક્ષિત થાય છે. વિકાસ અને સમૃદ્ધિના માર્ગ પણ ખુલે છે. કૂનો નેશનલ પાર્કમાં જ્યારે ચિત્તા ફરીથી દોડશે તો અહીંની ગ્રાસલેન્ડ ઈકોસિસ્ટમ ફરીથી રિસ્ટોર થશે અને બાયોડાયવરસિટી વધશે. 

City News

Sports

RECENT NEWS