Get The App

શાંતિના પ્રયાસો અને દૃઢ સંકલ્પનું પ્રતિક, ગાઝા સીઝફાયર મુદ્દે PM મોદીએ કર્યા ટ્રમ્પના વખાણ

Updated: Oct 13th, 2025

GS TEAM

Google News
Google News
શાંતિના પ્રયાસો અને દૃઢ સંકલ્પનું પ્રતિક, ગાઝા સીઝફાયર મુદ્દે PM મોદીએ કર્યા ટ્રમ્પના વખાણ 1 - image

PM Modi Post Gaza Agreement : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરાવતા અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના દૃઢ સંકલ્પના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વખાણ કર્યા છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને શાંતિના પ્રયાસો હાથ ધરનાર ટ્રમ્પની પ્રશંસા કરી છે. આ પહેલા ટ્રમ્પ ઈઝરાયેલી સંસદમાં પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નેતન્યાહૂએ ટ્રમ્પને શાંતિ પુરસ્કાર પણ એનાયત કર્યો હતો.

PM મોદીએ ટ્વિટ કરીને ટ્રમ્પના કર્યા વખાણ

પીએમ મોદી (PM Narendra Modi)એ ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં ટ્રમ્પના શાંતિ પ્રયાસો અંગે ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘બે વર્ષથી વધુ સમયની કેદ રહેલા તમામ બંધકોની મુક્તિ કરવામાં આવ્યું છે, જેને અમે આવકારીએ છીએ. તેમની આઝાદી તેમના પરિવારોના સાહસ, રાષ્ટ્રપતિ ટ્રમ્પના અવિરત શાંતિ પ્રયાસો અને વડાપ્રધાન નેતન્યાહૂના મજબૂત સંકલ્પનું પ્રતિક છે. અમે આ ક્ષેત્રમાં શાંતિ લાવવાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિષ્ઠાવાન પ્રયાસોને સમર્થન આપીએ છીએ.’

ઈઝરાયલે ટ્રમ્પને આપ્યું સર્વોચ્ચ સન્માન

ઉલ્લેખની છે કે, બે વર્ષથી યુદ્ધ કરી રહેલી ઈઝરાયલ-હમાસ વચ્ચે શાંતિ સ્થાપનાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) ઈઝરાયલી સંસદમાં પહોંચ્યાહ તા, જ્યાં તેમને સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું હતું. ટ્રમ્પે બંને વચ્ચે શાંતિ સમજૂતી કરાવતા હવે ગાઝામાં શાંતિનો રસ્તો સાફ થઈ ગયો છે. જ્યારે ટ્રમ્પ ઈઝરાયેલી સંસદમાં પહોંચ્યા હતા, ત્યારે તેમનું તાળીઓના ગડગડાટથી સ્વાગત કરાયું હતું. આ ઉપરાંત ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ (PM Benjamin Netanyahu)એ ટ્રમ્પને શાંતિ પુરસ્કાર પણ આપ્યો હતો. જ્યારે ટ્રમ્પ સંસદ પહોંચ્યા હતા, ત્યારે સાંસદોએ તેમને અઢી મિનિટનું સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.

આ પણ વાંચો : ટ્રમ્પના ભાષણ દરમિયાન ઇઝરાયલની સંસદમાં હોબાળો, ગાઝા સમર્થક બે સાંસદોની ટિંગાટોળી, જુઓ VIDEO

નેતન્યાહૂએ ટ્રમ્પને શાંતિ પુરસ્કાર એનાયત કર્યો

વડાપ્રધાન નેતન્યાહૂએ ટ્રમ્પને ઈઝરાયલનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કર્યો છે. આ પુરસ્કાર આપતી વખતે નેતન્યાહૂએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને શાંતિનો નોબેલ પુરસ્કાર ચોક્કસ મળશે. જોકે, આ વર્ષે ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો નથી. નેતન્યાહૂએ કહ્યું કે, શાંતિનો નોબેલ પુરસ્કાર ટ્રમ્પને જરૂર મળશે, ભલે તેમાં સમય લાગે.

ઈઝરાયલી સંસદમાં ટ્રમ્પે શું કહ્યું?

ટ્રમ્પે સંસદમાં ગાઝા સમજૂતી અંગે મહત્ત્વનું ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, ‘આજે 20 બહાદુર બંધકો પાછા આવી રહ્યા છે. આજે બંદૂકો શાંત છે, સાયરન શાંત છે. આ સદભાવનાની શરૂઆત છે. આ એક નવા મિડલ ઈસ્ટનો ઐતિહાસિક ઉદય છે. નેતન્યાહૂને પહોંચી વળવું સરળ નથી, પરંતુ આ જ બાબત તેમને મહાન બનાવે છે. આ ઈઝરાયલ અને વિશ્વ માટે એક મોટી જીત છે કે આ તમામ દેશો શાંતિ માટે ભાગીદાર તરીકે એકસાથે કામ કરી રહ્યા છે.’ ટ્રમ્પે બંધકોની મુક્તિ માટે હમાસ પર દબાણ લાવવા એક થયેલા અરબ દેશો અને મુસ્લિમ નેતાઓનો આભાર માન્યો હતો. 

આ પણ વાંચો : ટ્રમ્પના કામથી ઈઝરાયલ ખુશ, સંસદમાં આપ્યું સર્વોચ્ચ સન્માન, PM નેતન્યાહૂએ આપ્યો ‘શાંતિ પુરસ્કાર’