Get The App

Photos: બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતીય મહિલા ટીમને મળ્યા PM મોદી, ખેલાડીઓને ખવડાવી મિઠાઈ

Updated: Nov 27th, 2025

GS TEAM

Google News
Google News
Photos: બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતીય મહિલા ટીમને મળ્યા PM મોદી, ખેલાડીઓને ખવડાવી મિઠાઈ 1 - image

Blind T20 World Cup Champion : ભારતીય મહિલા ટીમે નેપાળને હરાવીને પ્રથમ બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપ જીત્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે(27 નવેમ્બર) બ્લાઇન્ડ મહિલા ટીમ ઇન્ડિયા સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ખેલાડીઓને અભિનંદન પાઠવીને મીઠાઈ ખવડાવી હતી. વડાપ્રધાને તમામ ખેલાડીઓ અને વર્લ્ડ કપ ટ્રોફી સાથે ફોટોગ્રાફી કરી હતી. 

બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતીય મહિલા ટીમ સાથે વડાપ્રધાન મોદીએ મુલાકાત કરી હતી. આ દરમિયાન ખેલાડીઓએ પીએમ મોદીને સહી કરેલા બેટ પણ ગિફ્ટમાં આપ્યા હતા. વડાપ્રધાને દરેક ખેલાડી સાથે વ્યક્તિગત રીતે મુલાકાત કરી અને વર્લ્ડ કપ વિશે તેમની વાતો સાંભળી હતી. તમામ ખેલાડીઓ પીએમ સાથે ખૂબ જ આરામદાયક દેખાતા હતા. 

ભારતીય મહિલા બ્લાઇન્ડ ક્રિકેટ ટીમની ઐતિહાસિક જીત 

ભારતીય મહિલા બ્લાઇન્ડ ક્રિકેટ ટીમે ગત રવિવારે કોલંબોમાં રમાયેલી મેચમાં નેપાળને 7 વિકેટથી હરાવ્યું હતું. જેમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યા બાદ, નેપાળે 20 ઓવરમાં 5 વિકેટે 114 રન બનાવ્યા. ભારતીય ટીમે 12.1 ઓવરમાં ટાર્ગેટ હાસલ કરીને ઐતિહાસિક જીત મેળવી હતી. 

ભારતીય બ્લાઇન્ડ ટીમે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. નેપાળે પાકિસ્તાનને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં એક પણ મેચ હારી ન હતી. ભારતે લીગ મેચોમાં શ્રીલંકાને 10 વિકેટથી, ઓસ્ટ્રેલિયાને 209 રનથી, નેપાળને 85 રનથી, યુનાઇટેડ સ્ટેટ્સને 10 વિકેટથી અને પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું હતું.

આ પણ વાંચો: WPL 2026: દીપ્તિ શર્મા મહિલા પ્રીમિયર લીગ ઈતિહાસની બીજી સૌથી મોંઘી ખેલાડી, સ્મૃતિ મંધાના ટોપ પર

આ મહિને ODI વર્લ્ડ કપ જીત્યો

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 2 નવેમ્બરના રોજ સાઉથ આફ્રિકાને હરાવીને આ મહિને પહેલી વાર ODI વર્લ્ડ કપ જીત્યો હતો. જેના માત્ર 21 દિવસ પછી, ભારતીય બ્લાઇન્ડ મહિલા ક્રિકેટ ટીમ બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બની છે. 

Photos: બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતીય મહિલા ટીમને મળ્યા PM મોદી, ખેલાડીઓને ખવડાવી મિઠાઈ 2 - imagePhotos: બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતીય મહિલા ટીમને મળ્યા PM મોદી, ખેલાડીઓને ખવડાવી મિઠાઈ 3 - imagePhotos: બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતીય મહિલા ટીમને મળ્યા PM મોદી, ખેલાડીઓને ખવડાવી મિઠાઈ 4 - image