Get The App

બંધારણ, મહાકુંભ અને ઓલિમ્પિક... PM મોદીએ 117મી વખત કરી મન કી બાત, જાણો શું કહ્યું...

Updated: Dec 29th, 2024

GS TEAM


Google News
Google News
Mann Ki baat


PM Modi Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનકી બાતના 117માં સંબોધનમાં બંધારણ મુદ્દે ટીપ્પણી કરી હતી. તેમણે મહાકુંભ અને પ્રયાગરાજનો પણ ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાને કહ્યું કે, આપણા બંધારણના સર્જકોએ આપણને જે બંધારણ સોંપ્યું છે કે, તે સમયની દરેક કસોટી પર ખરૂ ઉતર્યું છે. 2025માં 26 જાન્યુઆરીએ આપણે 75મો પ્રજાસત્તાક દિન ઉજવીશું. જે આપણા માટે ગૌરવની વાત છે.

બંધારણ સંલગ્ન વેબસાઈટ લોન્ચ કરી

વડાપ્રધાન મોદીએ બંધારણ સાથે જોડાયેલી વેબસાઈટ લોન્ચ કરતાં કહ્યું કે, દેશના નાગરિકોને બંધારણના વારસા સાથે જોડવા ખાસ http://constitution75.com વેબસાઈટ શરૂ કરી છે. જેમાં તમે બંધારણની પ્રસ્તાવના વાંચતો પોતાનો વીડિયો અપલોડ કરી શકો છો. જુદી-જુદી ભાષાઓમાં બંધારણ વાંચી શકો છો, તેમજ પ્રશ્નો પણ પૂછી શકો છો.

આ પણ વાંચોઃ ભગવાન હનુમાન તો રાજભર જાતિમાં જન્મ્યાં હતા...' ભાજપ સહયોગી દિગ્ગજનો નવો ફણગો

મહાકુંભની તૈયારીઓનો ઉલ્લેખ

વડાપ્રધાન મોદીએ મનકી બાતમાં મહાકુંભની તૈયારીઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, મહાકુંભની વિશેષતા વિવિધતા અને તેની મહાનતામાં છે. આ આયોજનમાં કરોડો લોકો જોડાય છે. લાખો સંત, હજારો પરંપરાઓ, સેકડોં સંપ્રદાય, અનેક અખાડાઓ આ આયોજનનો ભાગ બને છે. કોઈ ભેદભાવ થતો નથી. આ અનેકતામાં એકતાનું દ્રશ્ય વિશ્વમાં અન્ય કોઈ સ્થળે જવા મળશે નહીં.

બસ્તર ઓલિમ્પિકથી નવી ક્રાંતિનો જન્મ

વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું હતું કે, મલેરિયા એ સ્વાસ્થ્ય પડકારો પૈકી એક હતો. પરંતુ ડબ્લ્યૂએચઓ અનુસાર, ભારતમાં મલેરિયાના કેસો ઘટ્યા છે. તદુપરાંત બસ્તર ઓલિમ્પિકનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, બસ્તર ઓલિમ્પિકમાં 7 જિલ્લાના 1.65 લાખ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ માત્ર એક આંકડો નથી, પરંતુ અમારા યુવાનોના સંકલ્પની ગૌરવ ગાથા છે.

બંધારણ, મહાકુંભ અને ઓલિમ્પિક... PM મોદીએ 117મી વખત કરી મન કી બાત, જાણો શું કહ્યું... 2 - image

Tags :