Get The App

ટેરિફના ટેન્શન વચ્ચે PM મોદીનો આગામી મહિને અમેરિકા જવાનો પ્લાન! UNGA સમિટમાં ટ્રમ્પને મળી શકે

Updated: Aug 13th, 2025

GS TEAM

Google News
Google News
ટેરિફના ટેન્શન વચ્ચે PM મોદીનો આગામી મહિને અમેરિકા જવાનો પ્લાન! UNGA સમિટમાં ટ્રમ્પને મળી શકે 1 - image


PM Modi and USA News : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને અમેરિકાની મુલાકાત લઈ શકે છે, જ્યાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવાની છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ બેઠકમાં ભાગ લેવાના છે. 

ઝેલેન્સ્કીને મળી શકે 

UNGA ની આબેઠક 23 થી 27 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે, જ્યારે છેલ્લા દિવસની કાર્યવાહી 29 સપ્ટેમ્બર 2025 ના રોજ યોજાશે. આ સંભવિત મુલાકાત દરમિયાન પીએમ મોદી ઘણા વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકોમાં પણ ભાગ લઈ શકે છે. સૂત્રોનું માનીએ તો વડાપ્રધાન મોદીની યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સાથે મુલાકાત નિશ્ચિત માનવામાં આવે છે.

ટ્રમ્પ સાથે બેઠકની શક્યતા

આ ઉપરાંત અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંભવિત મુલાકાતની ચર્ચા છે, જોકે બંને પક્ષો દ્વારા હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. વડાપ્રધાન કાર્યાલય (PMO) કે વિદેશ મંત્રાલય દ્વારા હજુ સુધી આ મુલાકાતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હોવાની ચર્ચા છે.

ન્યુયોર્કમાં યોજાશે UNGA સમિટ 

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની આ ઉચ્ચ-સ્તરીય સામાન્ય ચર્ચા માટે વિશ્વભરના નેતાઓ ન્યૂયોર્ક પહોંચશે. પીએમ મોદીની મુલાકાત રાજદ્વારી દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તેમાં વૈશ્વિક રાજકારણ અને દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરવામાં આવશે.


Tags :