G20 સમિટ માટે સાઉથ આફ્રિકા પહોંચ્યા PM મોદી, ઑસ્ટ્રેલિયાના PM સાથે યોજી દ્વિપક્ષીય બેઠક

PM Modi Gets Grand Welcome in South Africa : વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર છે. તેઓ શુક્રવારે જોહાનિસબર્ગમાં એરપોર્ટ પર પહોંચ્યા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આફ્રિકાના સ્થાનિક કલાકારોએ પારંપરિક નૃત્ય કરીને પીએમ મોદીનું સ્વાગત કર્યું. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ પણ થઈ છે.

G20 સમિટને સંબોધિત કરશે PM મોદી
નોંધનીય છે કે સાઉથ આફ્રિકામાં G20 સમિટ યોજાઈ રહી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતનો દૃષ્ટિકોણ રજૂ કરશે. તેઓ સમિટના ત્રણ પ્રમુખ સત્રોમાં સંબોધન કરવાના છે.

ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે બેઠક
શુક્રવારે PM મોદીએ જોહાનિસબર્ગમાં જ ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની આલ્બનીઝ સાથે પણ દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને દેશના નેતાઓ વચ્ચે સંરક્ષણ, ખનીજ, વેપાર, રોકાણ, શિક્ષણ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ. બંને નેતાઓએ વૈશ્વિક આતંકવાદ વિરુદ્ધ લડતને વધુ મજબૂત કરવા પર સહમતી દર્શાવી. ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાને દિલ્હી આતંકવાદી હુમલો તથા સાઉદી અરેબિયામાં બસ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ભારતીયો પ્રત્યે સંવેદના પ્રગટ કરી.

