Get The App

કોંગ્રેસની સરકાર બાળકોની ચોકલેટ પર 21 ટકા ટેક્સ વસૂલતી: GST સુધારા પર PM મોદીનું નિવેદન

Updated: Sep 4th, 2025

GS TEAM

Google News
Google News
PM Modi

GST reform India 2025 : કેન્દ્ર સરકારે GSTમાં કરેલા ફેરફાર અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે, કે હવે GST હવે પહેલાંની સરખામણીમાં વધુ સરળ બની ગયું છે. 

PM મોદીએ દિલ્હીમાં એક કાર્યક્રમમાં કહ્યું, કે 'ભારત સરકારે રાજ્યો સાથે મળીને ખૂબ મોટો નિર્ણય લીધો છે. GSTમાં હવે મુખ્યત્વે બે જ રેટ રહ્યા છે, 5 ટકા અને 18 ટકા. નવરાત્રિના પ્રથમ દિવસથી GSTના સુધારા લાગુ થઈ જશે.' 

તમારા ઘરનો ખર્ચો ઘટશે: PM મોદી

તેમણે વધુમાં કહ્યું, કે 'નવરાત્રિની શરુઆતથી જ કરોડો લોકોની જરૂરિયાતની વસ્તુઓ સસ્તી થઈ જશે. આ વખતે ધનતેરસ પર રોનક વધારે હશે. 8 વર્ષ અગાઉ જ્યારે GST લાગુ થયું ત્યારે મોટું સપનું સાકાર થયું હતું, અનેક ટેક્સથી મુક્તિ મળી હતી. મીડિયા સાથી આ સુધારાને GST 2.0 કહી રહ્યા છે. આ સુધારા દેશના અર્થતંત્રને વધુ મજબૂતાઈ આપશે. ગરીબ, મિડલ ક્લાસ, ખેડૂત, યુવાન સૌને ફાયદો થશે. પનીરથી લઈને સાબુ-શેમ્પૂ સુધી બધુ સસ્તું થઈ જશે. તમારા ઘરનો ખર્ચો ઘટી જશે. તમને લાઇફસ્ટાઇલ સુધારવામાં મદદ મળશે. તમે 2014 સાથે સરખામણી કરી શકો છો કે તે સમયે કઈ વસ્તુ પર કેટલો ટેક્સ લેવામાં આવતો હતો.' 

કોંગ્રેસ બાળકોની ચોકલેટ પર પણ 21 ટકા ટેક્સ લેતી: PM મોદી

PM મોદીએ એમ પણ કહ્યું કે 2014 પહેલાં તો દરેક સામાન પર ખૂબ ટેક્સ લાગતો. તે સમયે 100 રૂપિયાના સામાન પર 20થી 25 રૂપિયા ટેક્સ હતો. કોંગ્રેસની સરકાર બાળકોની ચોકલેટ પર પણ 21 ટકા ટેક્સ લેતી હતી. સાઇકલ પર 17 ટકા ટેક્સ હતો. 

મિડલ ક્લાસ અને ગરીબ વર્ગને મોટી રાહત

ઇન્કમ ટેક્સ બાદ કેન્દ્ર સરકારે ગુડ્સ ઍન્ડ સર્વિસ ટેક્સમાં પણ મિડલ ક્લાસ અને ગરીબ વર્ગને મોટી રાહત આપી છે. GSTના સ્લેબમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે જેના કારણે અનેક વસ્તુઓના ભાવ ઓછા થશે. GSTમાં મોટા ભાગે માત્ર બે જ સ્લેબ રહેશે, 5 ટકા અને 18 ટકા. બ્રેડ, પરાઠા, દૂધથી લઈને AC અને કારમાં પણ ટેક્સમાં રાહત આપવામાં આવી છે. આરોગ્ય અને જીવન વીમાના ઇન્શ્યોરન્સ પર લાગતો ટેક્સ હટાવી દેવામાં આવ્યો છે. નાની ગાડી કાર, થ્રીવ્હીલર, 350 CCથી ઓછી ક્ષમતાની બાઇક પર 28 ટકાની જગ્યાએ 18 ટકા ટેક્સ લાગશે. ટ્રેક્ટર અને તેના ટાયર પર 5 ટકા ટેક્સ રહેશે. જોકે લક્ઝુરિયસ કાર, તંબાકુ પ્રોડક્ટ્સ, સિગારેટ, કેફી દ્રવ્યો, IPL મેચની ટિકિટ પર ટેક્સ વધારવામાં આવ્યો છે. 

GSTના નવા દર ક્યારથી લાગુ થશે? 

22 સપ્ટેમ્બર, 2025 

GSTમાં સુધારાના કારણે કઈ વસ્તુઓ થઈ સસ્તી? જુઓ લિસ્ટ