સૂર્યગ્રહણ જોતા પીએમ મોદીના ફોટા પર મીમ્સ, મોદીએ કહ્યું મજા કરો
નવી દિલ્હી, તા.26 ડિસેમ્બર 2019, ગુરૂવાર
સોશ્યલ મીડિયા પર આજકાલ કોઈ પણ જાણીતા વ્યક્તિના મીમ્સ બનાવવાનુ ચલણ છે. આજે સદીના છેલ્લા સૂર્યગ્રહણને દેશના લોકોની સાથે સાથે પીએમ મોદીએ પણ નિહાળ્યુ હતુ.
તેમણે સૂર્યગ્રહણ નિહાળતી એક તસવીર પણ પોસ્ટ કરી હતી. જેના પર સોશ્યલ મીડિયા પર મીમ્સ બનવા માંડ્યા હતા. એક યુઝરે તસવીર જોઈને કહ્યુ હતુ કે, આ તો મીમ બની ગયુ. ત્યારે પીએમ મોદીએ આ યુઝરને કહ્યુ હતુ કે, તમારૂ સ્વાગત છે, તેનો આનંદ લો...
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
પીએમ મોદીના આ જવાબે ઘણાના દીલ જીતી લીધા હતા. તાજેતરમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પર પણ એક યુઝરે કોમેન્ટ કરી હતી કે, ઠંડી આવી ગઈ પણ તમારૂ મફલર હજી દેખાતુ નથી ત્યારે કેજરીવાલે પણ જવાબ આપ્યો હતો કે, મફલર તો ક્યારનુ નિકળી ગયુ છે. ઠંડી બહુ છે અને તમે બધા કાળજી રાખજો.
Most welcome....enjoy :) https://t.co/uSFlDp0Ogm
— Narendra Modi (@narendramodi) December 26, 2019