India

સૌથી લાંબા સમય સુધી પદે જળવાઈ રહેનારા દેશના બીજા વડાપ્રધાન બન્યાં પીએમ મોદી, ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ તૂટ્યો

By GS TEAM
25 Jul 20252 mins read
TukuTouch Logo
રાજકારણની લાંબી યાત્રામાં અનેક કિર્તીમાન પોતાના નામે કરી ચુકેલા વડાપ્રધાન મોદીના ખાતામાં એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. શુક્રવારે (25 જુલાઈ) નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન કાર્યકાળના 4078 દિવસ પૂરા કર્યા છે. આ સાથે જ તેમણે પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ પણ તોડી દીધો છે. હવે તેઓ સૌથી લાંબા સમય સુધી ભારતના વડાપ્રધાન રહી ચુકેલા વ્યક્તિ બની ગયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સૌથી લાંબા સમય સુધી પદે જળવાઈ રહેનારા દેશના બીજા વડાપ્રધાન બન્યાં પીએમ મોદી, ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ તૂટ્યો

Image: IANS



PM Modi Breaks Indira Gandhi Record: રાજકારણની લાંબી યાત્રામાં અનેક કિર્તીમાન પોતાના નામે કરી ચુકેલા વડાપ્રધાન મોદીના ખાતામાં એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. શુક્રવારે (25 જુલાઈ) નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન કાર્યકાળના 4078 દિવસ પૂરા કર્યા છે. આ સાથે જ તેમણે પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ પણ તોડી દીધો છે. હવે તેઓ સૌથી લાંબા સમય સુધી ભારતના વડાપ્રધાન રહી ચુકેલા વ્યક્તિ બની ગયા છે. 

1947 બાદ જન્મ્યા હતા વડાપ્રધાન મોદી

રાજ્ય અને કેન્દ્રને મિલાવીને નરેન્દ્ર મોદીએ 24 વર્ષ સુધી સરકારનું નેતૃત્ત્વ કર્યું. નરેન્દ્ર મોદી 1947 પછી જન્મેલા પહેલા વડાપ્રધાન છે અને બિન-હિન્દીભાષી રાજ્યમાંથી સૌથી લાંબા સમય સુધી સેવા સેવા આપી ચુક્યા છે.

આ પણ વાંચોઃ  5 વર્ષમાં PM મોદીના 38 વિદેશ પ્રવાસ પાછળ 325 કરોડનો ખર્ચ, 4 વખત અમેરિકા ગયા હતા

પૂર્વ વડાપ્રધાનનો તોડ્યો રેકોર્ડ

નોંધનીય છે કે, ઈન્દિરા ગાંધી 24 જાન્યુઆરી, 1966 થી 24 માર્ચ 1977 સુધી સતત 4077 દુવસ સુધી વડાંપ્રધાન રહ્યા હતાં. જોકે, મોદીએ 25 જુલાઈ, 2025ના દિવસે પોતાના કાર્યકાળના 4078 દિવસ પૂર્ણ કર્યા છે. 

રાજ્ય અથવા કેન્દ્રમાં લોકતાંત્રિક રૂપે ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સૌથી લાંબો કાર્યકાળ એક સિદ્ધિ છે. 

સૌથી લાંબા સમય સુધી પદ પર રહેતા બિન-કોંગ્રેસી વડાપ્રધાન

વડાપ્રધાનના રૂપે તેમના કાર્યકાળમાં અમુક અન્ય રસપ્રદ તથ્યો પણ સામેલ છે. હકીકતમાં, તે પહેલાં અને એકમાત્ર એવા વડાપ્રધાન છે, જેનો જન્મ ભારતની આઝાદી બાદ થયો. તેઓ સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બિન-કોંગ્રેસી વડાપ્રધાન છે. 

આ પણ વાંચોઃ ભાષા વિવાદ વચ્ચે રાહુલ ગાંધીનું સ્ફોટક નિવેદન, કહ્યું- 'ભારતમાં અંગ્રેજી સૌથી શક્તિશાળી ભાષા'

વડાપ્રધાન મોદી ભારતના તમામ વડાપ્રધાન અને મુખ્યમંત્રી વચ્ચે એકમાત્ર એવા નેતા છે, જેણે કોઈ પાર્ટીના નેતાના રૂપે સતત 6 ચૂંટણી જીતી છે. તેમણે 2002, 2007 અને 2012માં ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ 2014, 2019 અને 2024માં લોકસભા ચૂંટણી જીત્યા છે. 

હવે વડાપ્રધાન મોદીના આગળ ફક્ત જવાહરલાલ નહેરૂ

નોંધનીય છે કે, સતત સૌથી વધુ દિવસ વડાપ્રધાન રહેનારા વડાપ્રધાનમાં દેશના પહેલાં વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ ટોચ પર છે. તે 15 ઓગસ્ટ, 1947થી 27 મે 1964 સુધી એટલે કે, સતત કુલ 6124 દુવસ આ પદ પર રહ્યા. વડાપ્રધાન મોદીને આ રેકોર્ડ તોડવા માટે હજુ 2048 દિવસના કાર્યકાળની જરૂર છે.