FOLLOW US

PM મોદી અને શેખ હસીનાએ 'ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ પાઇપલાઇન'નું કર્યું લોકાર્પણ

સપ્ટેમ્બર 2018માં ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ પાઈપલાઈનનો શિલાન્યાસ કર્યો હતો

આજે ભારત બાંગ્લાદેશને 1100 મેગાવોટથી વધુ વીજળી સપ્લાય કરી રહ્યું છે

Updated: Mar 18th, 2023

Image: Twitter


વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ આજે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમે ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ પાઇપલાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ ભારત-બાંગ્લાદેશ સંબંધોના એક નવો અધ્યાય કહ્યું હતું. તેમણે કહ્યું કે,સપ્ટેમ્બર 2018માં ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ પાઈપલાઈનનો શિલાન્યાસ કર્યો હતો અને મને ખુશી છે કે આજે વડાપ્રધાન શેખ હસીના સાથે તેનું ઉદ્ઘાટન કરવાની તક મળી છે.

વિવિધ જિલ્લાઓમાં 10 લાખ મેટ્રિક ટન હાઈ સ્પીડ ડીઝલનો પુરવઠો પૂરો પાડશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોરોના મહામારી વચ્ચે પણ આ પ્રોજેક્ટનું કામ ચાલુ રહ્યું હતું. આ પાઈપલાઈન ઉત્તર બાંગ્લાદેશના વિવિધ જિલ્લાઓમાં 10 લાખ મેટ્રિક ટન હાઈ સ્પીડ ડીઝલનો પુરવઠો પૂરો પાડશે. 

બંને દેશો વચ્ચેની કનેક્ટિવિટી વધારવાનું એક ઉત્તમ ઉદાહરણ

વડાપ્રધાને કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં વડાપ્રધાન શેખ હસીનાના સક્ષમ નેતૃત્વ હેઠળ બાંગ્લાદેશે અસાધારણ અને નોંધપાત્ર પ્રગતિની દિશામાં કુચ્છ કરી છે. દરેક ભારતીયને એ વાતનો ગર્વ છે અને અમને આનંદ છે કે અમે બાંગ્લાદેશની આ વિકાસ યાત્રામાં યોગદાન આપી શક્યા છીએ. મને વિશ્વાસ છે કે આ પાઈપલાઈન બાંગ્લાદેશના વિકાસને વધુ વેગ આપશે અને બંને દેશો વચ્ચેની કનેક્ટિવિટી વધારવાનું એક ઉત્તમ ઉદાહરણ પણ બની રહેશે.

ભારત બાંગ્લાદેશને 1100 મેગાવોટથી વધુ વીજળી સપ્લાય કરી રહ્યું છે 

પીએમ મોદીએ કહ્યું કે, આજે ભારત બાંગ્લાદેશને 1100 મેગાવોટથી વધુ વીજળી સપ્લાય કરી રહ્યું છે. મૈત્રી સુપર થર્મલ પાવર પ્રોજેક્ટનું પ્રથમ યુનિટ કાર્યરત કરવામાં આવ્યું છે. હવે અમે ટૂંક સમયમાં બીજું યુનિટ શરૂ કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. બંને દેશો વચ્ચે આ પહેલી ક્રોસ બોર્ડર પાઇપલાઇન છે. પ્રથમ છે ક્રોસ - બોર્ડર પાઇપલાઇન. તે લગભગ 377 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. કુલ ખર્ચમાંથી 285 કરોડ રૂપિયા બાંગ્લાદેશમાં પાઈપલાઈન નાખવા પાછળ ખર્ચવામાં આવ્યા છે. ભારતે આ રકમ અનુદાન સહાય હેઠળ ખર્ચી છે.

Gujarat
Magazines