Get The App

ખેડૂતોના ખાતામાં આવતીકાલે જમા થશે 2000 રૂપિયા, PM કિસાનનો 18મો હપ્તો થશે રિલીઝ

Updated: Oct 4th, 2024

GS TEAM


Google News
Google News
PM Kisan Samman Nidhi


PM Kisan Samman Nidhi : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 18મા હપ્તાની તારીખની જાહેરાત થઈ ગઈ છે. 18મા હપ્તાની રાહ જોઈ રહેલા પીએમ કિસાનના લાભાર્થીને આવતીકાલે 18મો હપ્તો મળી જશે. પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ અનુસાર, PM Kisanનો 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના દિવસે ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 ઓક્ટોબરના રોજ 12 વાગ્યે કૃષિ અને પશુપાલન ક્ષેત્રથી જોડાયેલા અંદાજિત 23,300 કરોડ રૂપિયાના કેટલીક યોજનાઓનો શુભારંભ કરશે. આ દરમિયાન તેઓ 18મો હપ્તો પણ જાહેર કરશે. 9.4 કરોડથી વધુ લાભાર્થી ખેડૂતોને રૂપિયા 20 હજાર કરોડથી પણ વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. આમ, ખેડૂતોના ખાતામાં 2 હજાર રૂપિયા જમા થઈ જશે.

આ પણ વાંચો : ખેડૂતો અને મધ્યમ વર્ગના લોકોની આવક વધારવા કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય, આ બે યોજનાને આપી મંજૂરી

શું છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના? 

પીએમ કિસાન સન્માન નિધિ કેન્દ્ર સરકારની એક યોજના છે. જેને ફેબ્રુઆરી 2019માં વડાપ્રધાને એવા ખેડૂતોની નાણાંકીય મદદ માટે લોન્ચ કરી હતી, જેની પાસે પોતાની જમીન છે. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. દર વર્ષે ત્રણ હપ્તામાં આ રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે. 

અત્યાર સુધી ભારત સરકારે 17 હપ્તામાં 11 કરોડથી વધારે ખેડૂત પરિવારોના ખાતામાં 3.24 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યાં છે. આ યોજના હેઠળ મળતાં 6 હજાર રૂપિયા ખેડૂતોને ખેતીના બીજ, ખાતર અને ખેતી સાથે જોડાયેલા ઉપકરણો વગેરે ખરીદવા માટે મદદ કરે છે.

આ પણ વાંચો : 'ખેડૂતો વન વિભાગના ગુલામ બની જશે'.., જૂનાગઢમાં ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ, ભાજપના નેતાઓની સરકાર સામે ગર્જના

કોણ લાભ લઈ શકશે?

જે ખેડૂતો પાસે પોતાના નામે કૃષિયોગ્ય જમીન છે, તે આ યોજનાનો લાભ લઈ શકે છે. 2 હેક્ટર સુધીની ખેતીલાયક જમીનવાળા નાના અને ગરીબ ખેડૂત પણ આ યોજના હેઠળ લાભ લઈ શકે છે.

પીએમ-કિસાન માટે e-KYC કેવી રીતે કરવું?

  • સૌથી પહેલાં PM Kisan ની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in/ પર જાવ.
  • ત્યારબાદ Farmers Corner સિલેક્ટ કરો.
  • હવે e-KYC વિકલ્પ પર ક્લિક કરો.
  • તેમાં તમારો આધાર નંબર ઉમેરો અને Get OTP ઓપ્શન સિલેક્ટ કરો.
  • હવે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવેલા OTP ને એન્ટર કરીને સબમિટ કરી દો.
Tags :