Get The App

સિંગલ યુઝ પ્લાસ્ટિકને લઇને સરકારે બનાવ્યો એક્શન પ્લાન: 1 જુલાઈથી આ વસ્તુનો નહીં કરી શકો ઉપયોગ

Updated: Jun 18th, 2022

GS TEAM

Google News
Google News
સિંગલ યુઝ પ્લાસ્ટિકને લઇને સરકારે બનાવ્યો એક્શન પ્લાન: 1 જુલાઈથી આ વસ્તુનો નહીં કરી શકો ઉપયોગ 1 - image

નવી દિલ્હી, તા. 18 જૂન 2022, શનિવાર 

દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક માટે કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડે કડક નિયમ બનાવ્યા છે. CPCB એ કહ્યું છે કે, જો કોઈ 1 જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરશેઅથવા ઉપયોગ કરે છે, તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 

CPCB એ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું લિસ્ટ પણ જાહેર કર્યું છે, જે 1 જુલાઈથી સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે.આ તમામ પ્રોડક્ટના Alternative માટે 200 કંપનીઓ પ્રોડક્ટ બનાવી રહી છે. આ માટે તેમને લાયસન્સ રીન્યુ કરાવવાની જરૂર નથી.

સિંગલ યુઝ પ્લાસ્ટિકને લઇને સરકારે બનાવ્યો એક્શન પ્લાન: 1 જુલાઈથી આ વસ્તુનો નહીં કરી શકો ઉપયોગ 2 - image

જુલાઇ 2022ની શરુઆતથી જે પ્લાસ્ટિકની વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, તે છે..

-ચશ્મા

-પ્લેટ 

- પ્લાસ્ટિક સ્ટિકવાળા ઇયર બડ્સ

- પ્લાસ્ટિક પ્લેટ્સ

- ફુગ્ગાની પ્લાસ્ટિક સ્ટિક

- પ્લાસ્ટિકના ફ્લેગ

- આઇસ ક્રીમ સ્ટિક

- થર્મોકોલ

- કેન્ડી સ્ટિક

- પ્લાસ્ટિક કપ

- પ્લાસ્ટિક પેકિંગનો સામાન

- પ્લાસ્ટિકથી બનેલા ઇનવિટેશન કાર્ડ

- પ્લાસ્ટિક અને પીવીસી બેનર (100 માઇક્રોનથી ઓછા)

 - સિગરેટ પેકેટ્સ

સિંગલ યુઝ પ્લાસ્ટિકને લઇને સરકારે બનાવ્યો એક્શન પ્લાન: 1 જુલાઈથી આ વસ્તુનો નહીં કરી શકો ઉપયોગ 3 - image

CPCB એ જાહેર કરેલા આદેશ પ્રમાણે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ જો કોઈપણ દુકાનમાં કરવામાં આવશે તો તે દુકાનના ટ્રેડ લાયસન્સ રદ કરવામાં આવશે. દુકાનદારને ફરી લાયસન્સ લેવા માટે દંડ ચૂકવી એપ્લાય કરવું પડશે.

PWM નિયમ 2016ના અનુસાર ગુટખા, તંબાકૂ અને મસાલાને સ્ટોર કરવામાં આવતા પેકેજ કરવા માટે અથવા વેચાણ માટે વપરાતી પ્લાસ્ટિકની સામગ્રી પર પણ સંપૂર્ણ પ્રતિબંધ છે.