India

પીએફઆઇ પાડોશી દેશોમાંથી હથિયારો ખરીદવાનું હતું : એનઆઇએ

By GS TEAM
22 Dec 20251 min read
પીએફઆઇ પાડોશી દેશોમાંથી હથિયારો ખરીદવાનું હતું : એનઆઇએ

પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા પીએફઆઇ પાડોશી દેશો (પાકિસ્તાન, ચીન) પાસેથી હથિયારો ખરીદવાનો પ્રયાસ કરી રહ્યું હતું, આ ખુલાસો નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એનઆઇએ દ્વારા કોર્ટમાં કરવામાં આવ્યો છે.  દિલ્હીમાં એનઆઇએના વિશેષ જજ પ્રશાંત શર્મા દ્વારા પીએફઆઇના ૨૦ આરોપી સભ્યો સામેની કાર્યવાહીની સુનાવણી દરમિયાન આ ખુલાસો કરાયો હતો. કોર્ટ બહાર મીડિયા સાથે વાતચીત દરમિયાન એનઆઇએના વકીલે કહ્યું હતું કે પીએફઆઇ પોતાના સભ્યોને હથિયારની તાલીમ આપી રહ્યું હતું, તે પાડોશી દેશો પાસેથી હથિયારો ખરીદવાની ફિરાકમાં હતું. એટલુ જ નહીં પોતાના કેડરને સીરિયામાં આઇએસમાં ભરતી કરવા માટે પણ મોકલતા હતા. જ્યાં તેઓને તાલિમ આપવામાં આવતી જેનો બાદમાં ભારતમાં ઉપયોગ કરવાનો હતો. 

એજન્સીના વકીલે કહ્યું હતું કે પીએફઆઇની રચનાનો મૂળ હેતુ યુવાઓને કટ્ટરવાદી બનાવવાનો હતો.