India

આ લોકોને માત્ર 5 દિવસમાં અપાશે PNG કનેક્શન, સંગ્રહખોરી મામલે એક જ દિવસમાં 2700 દરોડા

By GS TEAM
26 Mar 20262 mins read
TukuTouch Logo
દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના પુરવઠાને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે કેન્દ્ર સરકારે સ્થિતિ સ્પષ્ટ કરી છે. સરકારે જણાવ્યું છે કે, દેશમાં ઇંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય છે. આ સાથે જ ગેસ વિતરણ વ્યવસ્થાને મજબૂત કરવા માટે નેચરલ ગેસ ઍન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રિબ્યુશન ઑર્ડર, 2026 લાગુ કરવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આ લોકોને માત્ર 5 દિવસમાં અપાશે PNG કનેક્શન, સંગ્રહખોરી મામલે એક જ દિવસમાં 2700 દરોડા

New PNG Connection Rules: દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના પુરવઠાને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે કેન્દ્ર સરકારે સ્થિતિ સ્પષ્ટ કરી છે. સરકારે જણાવ્યું છે કે, દેશમાં ઇંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય છે. આ સાથે જ ગેસ વિતરણ વ્યવસ્થાને મજબૂત કરવા માટે નેચરલ ગેસ ઍન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રિબ્યુશન ઑર્ડર, 2026 લાગુ કરવામાં આવ્યો છે.

ઇંધણ અને ગેસ પુરવઠાની વર્તમાન સ્થિતિ

પેટ્રોલ-ડીઝલની તમામ રિફાઇનરીઓ સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરી રહી છે. લોકોએ ગભરાઈને વધુ ખરીદી કરવાની જરૂર નથી, કારણ કે સ્ટોક પૂરતો છે. ઉપરાંત CNG અને PNGના ઘરગથ્થુ PNG અને ટ્રાન્સપોર્ટ માટે CNGનો પુરવઠો 100% જાળવી રાખવામાં આવ્યો છે. ઔદ્યોગિક વપરાશ માટે ઉદ્યોગો અને વ્યાપારી ગ્રાહકોને તેમની સરેરાશ વપરાશના 80% સુધી ગેસ સપ્લાય આપવામાં આવી રહ્યો છે. જેથી આર્થિક ગતિવિધિઓ અટકે નહીં.

આ પણ વાંચો : યુદ્ધ ખતમ થવાની અણીએ? ટ્રમ્પે સહયોગીઓને કહ્યું - જલદી ખતમ કરો, બીજા ઘણાં કામ છે

PNG કનેક્શનમાં ધરખમ વધારો

સરકારે પાઇપલાઇન નેટવર્ક વિસ્તારવા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. રહેણાંક શાળાઓ, છાત્રાલયો અને સામુદાયિક રસોડા જેવા સ્થળોએ હવે પ્રાથમિકતાના ધોરણે માત્ર 5 દિવસમાં PNG કનેક્શન આપવામાં આવશે. PESOને નિર્દેશ આપવામાં આવ્યો છે કે સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન(CGD)ને લગતી અરજીઓનો નિકાલ 10 દિવસમાં કરવો. એક જ દિવસમાં દેશભરમાં 9,046 નવા PNG કનેક્શન આપીને રૅકોર્ડ સર્જાયો છે.

LPG સપ્લાય અને કાળાબજારી પર તવાઈ

કોમર્શિયલ LPGમાં હોટેલ, ઢાબા અને રેસ્ટોરન્ટ માટે કોમર્શિયલ LPGની ફાળવણી વધારીને 50% કરવામાં આવી છે. સ્થળાંતરિત મજૂરો માટે 5 કિલોના સિલિન્ડરને પ્રાથમિકતા અપાશે. આવશ્યક વસ્તુ ધારા હેઠળ 2,700થી વધુ દરોડા પાડીને 2,000 સિલિન્ડર જપ્ત કરાયા છે. આ મામલે 650 FIR અને 155 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

કેબિનેટના અન્ય મહત્ત્વના નિર્ણયો

IVFRT યોજના હેઠળ વિઝા અને ફોરેનર્સ રજિસ્ટ્રેશન માટેની IVFRT યોજનાને આગામી 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે, જેના પાછળ ₹1,800 કરોડનો ખર્ચ થશે. દેશમાં હવાઈ કનેક્ટિવિટી વધારવા ચેલેન્જ મોડ હેઠળ 100 નવા ઍરપૉર્ટ અને 200 આધુનિક હેલિપેડ બનાવવાની મંજૂરી અપાઈ છે.