દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 84.95ની લાઇફ ટાઇમ હાઇ સપાટીએ
પેટ્રોલ-ડીઝલના ભાવમાં 25-25 પૈસાનો વધારો
મુંબઇમાં પેટ્રોલ અને ડીઝલ બંનેનો ભાવ લાઇફ ટાઇમ હાઇ : પેટ્રોલ રૂ. 91.56 જ્યારે ડીઝલ રૂ. 81.87
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૮
દેશની
ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૨૫-૨૫ પૈસાનો વધારો કરતા
દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ ૮૫ રૃપિયાની નજીક પહોંચી ગયો છે જ્યારે મુંબઇમાં
એક લિટર ડીઝલનો ભાવ ૮૨ રૃપિયાની નજીક પહોંચી ગયો છે.
દિલ્હીમાં
એક લિટર પેટ્રોલનો ભાવ ૮૪.૯૫ રૃપિયા થઇ ગયો છે જે લાઇફ ટાઇમ હાઇ સપાટી છે. જ્યારે
દિલ્હીમાં એક લિટર ડીઝલનો ભાવ ૭૫.૧૩ રૃપિયા થઇ ગયો છે તેમ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ
દ્વારા જારી કરવામાં આવેલા પ્રાઇસ નોટિફિકેનમાં જણાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય
છે કે આ અગાઉ ૧૩ અને ૧૪ જાન્યુઆરી એમં બે દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૫૦
પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.
મુંબઇમાં
એક લિટર પેટ્રોલનો ભાવ ૯૧.૫૬ રૃપિયા થઇ ગયો છે જે અત્યાર સુધીની લાઇફ ટાઇમ હાઇ
સપાટી છે. જ્યારે એક લિટર ડીઝલનો ભાવ ૮૧.૮૭ રૃપિયા થઇ ગયો છે. મુંબઇમાં ડીઝલનો ભાવ
પણ અત્યાર સુધીની લાઇફ ટાઇમ હાઇ સપાટીએ પહોંચી ગયો છે.
મુંબઇમાં
આ અગાઉ ૪ ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ પેટ્રોલનો ભાવ ૯૧.૩૪ રૃપિયા હતો. સરકારી માલિકીની ઓઇલ કંપનીઓ
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ(આઇઓસી), ભારત પેટ્રોલિયમ
કોર્પોરેશન લિમિટેડ(બીપીસીએલ) અને હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન
લિમિટેડ(એચપીસીએલ)એ એક મહિનાના વિરામ પછી ૬ જાન્યુઆરીથી દૈનિક ધોરણે
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર કરવાનું શરૃ કર્યુ હતું.
દિલ્હીમાં
અત્યાર સુધીનો ડીઝલનો સૌથી ઉંચો ભાવ ૪ ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ ૭૫.૪૫ રૃપિયા હતો. તે જ દિવસે
દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ ૮૪ રૃપિયા હતો.
હાલમાં
કેન્દ્ર સરકાર એક લિટર પેટ્રોલ પર ૩૨.૯૮ રૃપિયા અને એક લિટર ડીઝલ પર ૩૧.૮૩ રૃપિયા
એક્સાઇઝ ડયુટી વસૂલ કરે છે. જ્યારે દિલ્હીમાં એક લિટર પેટ્રોલ પર ૧૯.૩૨ રૃપિયા અને
એક લિટર ડીઝલ પર ૧૦.૮૫ રૃપિયા વેટ વસૂલ કરે છે.
મોદી
સરકારના આગમન અગાઉ એપ્રિલ,
૨૦૧૪માં દિલ્હીમાં એક લિટર
પેટ્રોલનો ભાવ ૭૨.૨૬ રૃપિયા અને એક લિટર ડીઝલનો ભાવ ૫૫.૪૮ રૃપિયા હતો.