India

ભારત-ચીન બોર્ડર વિવાદનો કાયમી ઉકેલ! રક્ષા મંત્રી રાજનાથ સિંહે ચીની મંત્રી સાથે કરી મહત્ત્વપૂર્ણ બેઠક

By GS TEAM
27 Jun 20251 min read
TukuTouch Logo
રક્ષા મંત્રી રાજનાથ સિંહ હાલ ચીનમાં SCO સમિટમાં હાજરી આપવા માટે ગયા છે. આ દરમિયાન તેમની મુલાકાત ચીનના રક્ષા મંત્રી એડમિરલ ડોન્ગ જૂન સાથે પણ થઈ છે. આ મુલાકાત દરમિયાન LAC વિવાદ પર વિસ્તારથી ચર્ચા થઈ. બંને દેશો વચ્ચે કેવી રીતે સહયોગ વધે તેને લઈને પણ મંથન થયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારત-ચીન બોર્ડર વિવાદનો કાયમી ઉકેલ! રક્ષા મંત્રી રાજનાથ સિંહે ચીની મંત્રી સાથે કરી મહત્ત્વપૂર્ણ બેઠક

SCO Summit India-China: રક્ષા મંત્રી રાજનાથ સિંહ હાલ ચીનમાં SCO સમિટમાં હાજરી આપવા માટે ગયા છે. આ દરમિયાન તેમની મુલાકાત ચીનના રક્ષા મંત્રી એડમિરલ ડોન્ગ જૂન સાથે પણ થઈ છે. આ મુલાકાત દરમિયાન LAC વિવાદ પર વિસ્તારથી ચર્ચા થઈ. બંને દેશો વચ્ચે કેવી રીતે સહયોગ વધે તેને લઈને પણ મંથન થયું છે.

ભારતની નીતિમાં મોટો ફેરફાર

મહત્ત્વની વાત એ છે કે પહેલીવાર એક જાહેર કરાયેલા નિવેદન ‘Permanent De-escalation’ શબ્દનો ઉપયોગ થયો છે. અત્યાર સુધી માત્ર વાતચીત દ્વારા એકબીજાના વિશ્વાસથી શાંતિ સ્થાપવાની વાત થતી હતી, પરંતુ આ પહેલીવાર છે, જ્યારે ‘Permanent De-escalation’ શબ્દનો ઉપયોગ થયો છે. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે હવે કોઈ મોટો નિર્ણય લેવાશે.


મુલાકાત દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે સ્ટ્રક્ચર્ડ રોડમેપ દ્વારા તણાવ ઓછો કરવાની વાત કરી છે. રાજનાથ સિંહે સ્વીકાર કર્યો છે કે છેલ્લા કેટલાક સમયથી સંબંધો સામાન્ય કરવાના પ્રયાસ થયા છે. 2020ના સ્ટેન્ડઑફ બાદ જે અવિશ્વાસ ઉત્પન્ન થયો હતો, તેને દૂર કરવો જરૂરી છે.