Get The App

'આસામના લોકો કૂતરા ખાય છે, રખડતા કૂતરા ત્યાં મોકલો', મહારાષ્ટ્રના MLAની જીભ લપસી

આ પહેલા ઝારખંડના એક ધારાસભ્યએ વિવાદિત નિવેદન આપ્યુ હતું

આ નિવેદનને પ્રાણી પ્રેમીઓએ અમાનવીય અને અપમાનજનક ગણાવ્યુ હતું

Updated: Mar 5th, 2023

GS TEAM

Google News
Google News
'આસામના લોકો કૂતરા ખાય છે, રખડતા કૂતરા ત્યાં મોકલો', મહારાષ્ટ્રના MLAની જીભ લપસી 1 - image
Image : Twitter

અમદાવાદ, 05 માર્ચ 2023, રવિવાર

મહારાષ્ટ્રના ધારાસભ્યએ એક વિવાદિત નિવેદન આપ્યુ હતું. પ્રહાર જનશક્તિ પાર્ટીના વડાએ એક નિવેદનમાં કહ્યું હતું કે આસામના લોકો કૂતરા ખાય છે એટલે રખડતા કૂતરા ત્યાં મોકલી દેવા જોઈએ. આ વિવાદાસ્પદ નિવેદન કારણે ભારે હોબાળો થયો હતો. આ નિવેદન રખડતા કૂતરાની સમસ્યાઓ પર વિધાનસભામાં ચર્ચા ચાલી રહી હતી તે દરમિયાન કરવામાં આવ્યુ હતું. 

વિવાદિત નિવેદનને કારણે હોબાળો મચી ગયો હતો

મહારાષ્ટ્રના ધારાસભ્ય દ્વારા એક વિવાદિત નિવેદન આપવામાં આવ્યુ હતું.  આ નિવેદનને કારણે હોબાળો મચી ગયો હતો. મહારાષ્ટ્રના પ્રહાર જનશક્તિ પાર્ટીના વડા બચ્ચુ કાદુએ એક વિવાદિત નિવેદન આપ્યુ હતું જેના લીધે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ધારાસભ્ય બચ્ચુ કાદુએ વિધાનસભામાં રખડતા કૂતરાઓની સમસ્યાની ચર્ચા ચાલી રહી હતી તે દરમિયાન પોતાના સંબોધનમાં કહ્યું હતું કે રખડતા કૂતરાઓને આસામ મોકલી દેવા જોઈએ કારણકે ત્યાના લોકો કૂતરા ખાય છે. તેમણે વધુમાં કહ્યું હતું કે રખડતા કૂતરાઓની માંગ આસમમાં વધારે છે અને ત્યાં કૂતરાઓની 8 હજાર રુપિયા જેટલી કિંમત પણ મળે  છે. રખડતા કૂતરાઓને આસામ મોકલવાથી કૂતરાની સંખ્યા પર પણ અંકુશ આવશે.

આ અગાઉ ઝારખંડના ધારાસભ્યએ વિવાદિત નિવેદન આપ્યુ હતું

મહારાષ્ટ્રના વિવાદિત નિવેદ બાદ પ્રાણી અધિકારી કાર્યકરો અને પ્રાણી પ્રેમીઓએ આ નિવેદનનો સખત વાંધો ઉઠાવ્યો છે. આ સાથે તેમણે જણાવ્યુ હતું કે આ નિવેદન અમાનવીય અને અપમાનજનક છે. આ પહેલા પણ ધારાસભ્યો તરફથી વિવાદિત નિવેદનો આવ્યા હતા. હજુ થોડાક દિવસો પહેલા જ ઝારખંડના બીજેપીના ધારાસભ્ય બિરાંચી નારાયણે કહ્યું હતું કે રખડતા કૂતરાઓ લોકો પર હુમલો કરી રહ્યા છે અને જો સરકાર આ બાબતનો ઉકેલ ન લાવી શકે તો નાગાલેન્ડના લોકોને બોલાવો એટલે આ સમસ્યાનો અંત આવી જશે.

Tags :