Get The App

દિલ્હી જતી ફ્લાઇટ સાથે પક્ષી અથડાયું, 169 યાત્રીઓના જીવ તાળવે ચોંટ્યા, પટણામાં ઈમરજન્સી લેન્ડિંગ

Updated: Jul 9th, 2025

GS TEAM

Google News
Google News
Patna Delhi Indigo Flight Emergency Landing:
(PHOTO - IANS)

Patna Delhi Indigo Flight Emergency Landing: બુધવારે સવારે પટનાથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટ(નંબર IGO5009)ને ટેક ઑફ કર્યાની થોડી મિનિટો પછી પટણા ઍરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. એક પક્ષી વિમાન સાથે અથડાયું જેના કારણે એક એન્જિનમાં ભારે કંપન થયું. પાયલોટે તાત્કાલિક ATCને જાણ કરી અને સલામતીને ધ્યાનમાં રાખીને વિમાનને પટણા લાવવામાં આવ્યું.

વિમાનમાં કુલ 175 લોકો સવાર હતા 

આ ઘટના સવારે 8:42 વાગ્યે જયપ્રકાશ નારાયણ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર બની હતી. ઍરપોર્ટ અધિકારીઓએ રનવે પર મૃત પક્ષી પણ મળી આવ્યું હતું, જેનાથી અથડામણની પુષ્ટિ થઈ હતી. વિમાનમાં કુલ 175 લોકો સવાર હતા, જેમાં 169 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર્સનો સમાવેશ થાય છે. બધા મુસાફરો સુરક્ષિત છે.

આ પણ વાંચો: એશિયાની સૌથી વૃદ્ધ હાથણી 'વત્સલા' નું નિધન, મધ્યપ્રદેશના પન્ના ટાઈગર રિઝર્વમાં લીધા અંતિમ શ્વાસ

વિમાનની ટેકનિકલ તપાસ શરુ કરવામાં આવી છે

પટણા ઍરપોર્ટે જણાવ્યું હતું કે વિમાનને સવારે 9:03 વાગ્યે રનવે-7 પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં તાજેતરમાં થયેલા વિમાન દુર્ઘટના બાદ, દેશભરના ઍરપોર્ટ પર તકેદારી વધારી દેવામાં આવી છે. હવે મુસાફરોને દિલ્હી લઈ જવા માટે વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને વિમાનની ટેકનિકલ તપાસ શરુ કરવામાં આવી છે.

દિલ્હી જતી ફ્લાઇટ સાથે પક્ષી અથડાયું, 169 યાત્રીઓના જીવ તાળવે ચોંટ્યા, પટણામાં ઈમરજન્સી લેન્ડિંગ 2 - image

Tags :