બિહારમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ મૃતદેહને ઝાડ પર લટકાવી દીધો, હેવાન ઝડપાયો
શહેરના એસપી ભાનુ પ્રતાપ સિંહએ જણાવ્યુ કે, 'બાળકીને લઈને આરોપી ભોલા રાયનું વર્તન પહેલાથી શંકાસ્પદ જ હતું. ઘટનાના એક દિવસ પહેલા ભોલા રાયે બાળકીને જમરૂખ આપવાના લાલચે છેડતી કરી હતી. આ પૂર્ણ ઘટના બગીચામાં લગાવામાં આવેલા CCTVમાં કેદ થઈ ગયા હતા. બીજા દિવસે આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું અને તેની હત્યા કરી તેના શબને જમરૂખના ઝાડ પર લટકાવી દીધો હતો. આ ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે આરોપીને શોધવા એક વિશેષ ટીમ તૈયાર કરી હતી.
શહેરમાં લોકોનો આક્રોશ
પોલીસે નરાધમની ધરપકડ તો કરી લીધી છે, અને હવે આ કેસ માટે આગળની કાર્યવાહી કરી રહી છે, ત્યારે રોષે ભરાયેલા લોકોએ શહેરમાં મનેર પોલીસ સ્ટેશન, આઝાદ નગર, મનેર ચર્ચ પાસે પ્રદર્શન કરી રસ્તો જામ કર્યો છે. લોકોએ ટાયર સળગાવી, આંગ ચાંપી રસ્તા પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. લોકોની માગ છે કે આરોપી ભોલા રાયને ગામવાસીઓને સોપી દો, ગાંમના લોકો જ ન્યાય અપાવશે અથવા તેને ફાંસી આપો. જોકે શહેરના એસપીએ આક્રોશિત લોકોને સમજાવ્યા અને રસ્તાના ચક્કાજામની સમસ્યા ઉકેલી.
કેવી રીતે બાળકી ગુમ થઈ હતી
25 ઓગસ્ટના રોજ બાળકી લાકડાં લેવા ગઈ ત્યારે આરોપીએ તેને ખારી નાસ્તો ખવડાવ્યો અને ઠંડુ પીણું પણ આપ્યું. માસૂમ બાળકી આરોપીનો ઇરાદો સમજી ન શકી. 26 ઓગસ્ટે તે બગીચામાં લાકડા લેવા બપોરે 1 વાગ્યે ઘરની બહાર ગઈ અને ગાર્ડનમાંથી લાકડાંનો એક બંડલ લઈને આવી હતી અને બાળકીએ તેના દાદીને હજી લાકડા લઈ આવવા જઇ રહી છે એવું કહી ઘણા સમય સુધી પાછી આવી જ નહીં. તેની દાદી અને ગામના અન્ય લોકોએ પણ બાળકીને શોધવા અનેક પ્રયત્ન કર્યા હતા, પણ તેની કોઈ માહિતી મળી નહીં. 28 ઓગસ્ટે સવારે બાળકીનો શબ મળ્યો હતો.