Get The App

ઉત્તર પ્રદેશની કરૂણ ઘટના, પગ ફેલાવીને સૂઈ રહેલા ડૉક્ટર સામે પરિવારે કરી આજીજી, દર્દીનું કણસીને મોત

Updated: Jul 29th, 2025

GS TEAM

Google News
Google News
ઉત્તર પ્રદેશની કરૂણ ઘટના, પગ ફેલાવીને સૂઈ રહેલા ડૉક્ટર સામે પરિવારે કરી આજીજી, દર્દીનું કણસીને મોત 1 - image


Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના મેરઠમાં ડૉક્ટરની બેદરકારીનેથી એક દર્દીનું કરૂણ મોત થયું. અકસ્માતમાં ઈજાગ્રસ્ત દર્દી ઈમરજન્સી વોર્ડમાં પીડાથી કણસતો રહ્યો અને ડૉક્ટર એસી સામે ટેબલ પર પગ ફેલાવીને સૂતો રહ્યો. પરિવારજનો અપીલ કરતા રહ્યા, પરંતુ મેડિકલ સ્ટાફે ધ્યાન આપ્યું નહીં. ઈજાગ્રસ્ત વ્યક્તિનું મૃત્યુ વધુ પડતું લોહી વહી જવાના કારણે થયું હતું. આ ચોંકાવનારી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

શું છે સમગ્ર મામલો?

અહેવાલો અનુસાર, આ ઘટના ઉત્તર પ્રદેશના મેરઠમાં લાલા લાજપત રાય મેમોરિયલ (LLRM) મેડિકલ કોલેજનો છે. પીડિત પરિવારના જણાવ્યાનુસાર, રવિવારે (27મી જુલાઈ)ની રાત્રે એક અજાણ્યા વાહને 30 વર્ષીય સુનીલ કુમારની બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યો હતો. તેની ગંભીર હાલત જોઈને પરિવારે મેડિકલ સ્ટાફને સારવાર માટે અપીલ કરી હતી.



આ દરમિયાન હોસ્પિટલમાં ફરજ પર હાજર એક ડૉક્ટર સૂઈ રહ્યો હતો. પરિવારજનો ડૉક્ટરના જાગવાની લાંબા સમય સુધી રાહ જોતા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમા પીડિત પરિવાર ડૉક્ટરને જગાડવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. પરિવારજનનો આરોપ છે કે, આ દરમિયાન અન્ય મેડિકલ સ્ટાફે પણ મદદ કરી ન હતી. સ્ટ્રેચર પર પડેલા અને લોહીથી લથબથ સુનીલને મરવા માટે છોડી દેવામાં આવ્યો  હતો.

સોશિયલ મીડિયા પર વાઈરલ થયો વીડિયો

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં મેડિકલ કોલેજમાં ફરજ પર તહેનાત એક જુનિયર રેસિડેન્ટ ડૉક્ટર  એસી સામે ટેબલ પર પગ રાખીને સૂઈ રહ્યો છે અને ઈજાગ્રસ્ત સુનીલનો પરવિરા સારવાર માટે અપીલ કરી રહ્યો છે.

આ પણ વાંચો: VIDEO: પહલગામ હુમલા મુદ્દે લોકસભામાં આક્રમક ચર્ચા, પ્રિયંકા ગાંધીએ ઉઠાવ્યા સુરક્ષાના પ્રશ્નો

જો કે, અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા સુનિલનું મૃત્યુ શરીરમાંથી વધુ પડતું લોહી વહી જવાના કારણે થયું હતું. આ ઘટના બાદ જુનિયર રેસિડેન્ટને સસ્પેન્ડ  કરાય છે. એલએલઆરએમના પ્રિન્સિપાલ ડૉ આર. સી ગુપ્તાએ જણાવ્યું હતું કે, વીડિયોની નોંધ લેતા,હોસ્પિટલ પર હાજર જનિયર  સર્જન ડૉક્ટર ભૂપેશ કરમાર રાયે તાત્કાલિક સરમ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને પરિવારના  આરોપોની તાપસા માટે ત્રણ સભ્યોની સમિતિ રચના કરાઈ રહી હતી. 

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023માં લાલા લાજપત રાય મેમોરિયલ મેડિકલ કોલેજના ત્રણ ડોક્ટરોને સસ્પેન્ડ કરાયા હતા. આ ડૉક્ટરો સામે દર્દીને માર મારવા બદલ ફરિયાદ નોંધાઈ હતી. 

Tags :