Get The App

સંસદમાં સંચાર સાથી અને SIR મુદ્દે ઘમસાણ, હોબાળાને કારણે આવતીકાલ સુધી લોકસભા સ્થગિત

Updated: Dec 2nd, 2025

GS TEAM

Google News
Google News
સંસદમાં સંચાર સાથી અને SIR મુદ્દે ઘમસાણ, હોબાળાને કારણે આવતીકાલ સુધી લોકસભા સ્થગિત 1 - image


Parliament Winter Session Live: સંસદમાં આજે બીજા દિવસે પણ હોબાળાની સ્થિતિ જોવા મળી રહી છે. SIR મુદ્દે વિપક્ષ ચર્ચાની માગ પર અડગ છે. આ સાથે સરકારના વલણને જોતાં વિપક્ષના સાંસદોએ રાજ્યસભા અને લોકસભા બંનેમાં નારેબાજી કરવાનું ચાલુ રાખ્યું હતું. 

Parliament Winter Session Live UPDATES 

લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત 

ઉલ્લેખનીય છે કે એસઆઈઆર મુદ્દે વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે ખેંચતાણ યથાવત્ રહેતા લોકસભા આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. 

લોકસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત 

એસઆઈઆર પર ચર્ચાની માગ સાથે વિપક્ષે જોરદાર હોબાળો યથાવત્ રાખતા લોકસભાની કાર્યવાહી આગળ વધી શકી ન હતી. જેના પગલે સભાપતિએ બે વાગ્યા સુધી ગૃહને સ્થગિત કર્યાની જાહેરાત કરી હતી.  

સરકાર દરેક મુદ્દે ચર્ચા કરવા તૈયાર : કિરેન રિજિજુ 

લોકસભામાં ગતિરોધ વચ્ચે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે અમે વિપક્ષ સાથે ચર્ચા કરી રહ્યા છીએ. સૌની વાત સાંભળીશું. ચૂંટણી સુધારા હોય કે કોઈપણ મુદ્દો હોય, પીછેહઠ નહીં કરવામાં આવે. સંસદમાં હોબાળો અને નારેબાજી ઠીક નથી. 

હોબાળા વચ્ચે રાજ્યસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત 

રાજ્યસભામાં પણ વિપક્ષે ભારે હોબાળો મચાવતા સભાપતિ સી. પી. રાધાકૃષ્ણને રાજ્યસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી. 

હોબાળા વચ્ચે લોકસભાની કાર્યવાહી સ્થગિત થયા બાદ ફરી શરુ 

વિપક્ષ દ્વારા લોકસભામાં હોબાળા વચ્ચે કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. જોકે પછીથી ફરી શરુ કરવામાં આવી હતી. 

પ્રિયંકા ગાંધીએ કહ્યું સંચાર એપ જાસૂસી કરવા માટે લવાઈ 

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે સંચાર સાથી એપ ભારતીય નાગરિકોની જાસૂસી કરવા માટેનો હથિયાર ગણાવ્યો હતો. 

બીજા દિવસની કાર્યવાહી શરુ થતાં જ હોબાળો 

આજે બીજા દિવસની કાર્યવાહી શરુ થાય તે પહેલા જ સંસદ બહાર વિપક્ષના સાંસદોએ SIR મુદ્દે દેખાવો કરીને ઇરાદા સ્પષ્ટ કરી દીધા હતા. જોકે સંસદમાં કાર્યવાહી શરુ થતાં જ ફરી એકવાર હોબાળો શરુ થઇ ગયો છે. SIR મુદ્દે ચર્ચાની માગ વચ્ચે સરકાર દ્વારા સંચાર સાથી એપને મોબાઇલમાં પ્રિ ઇન્સ્ટોલ કરાવવા અને ડીલિટ ન થવા દેવાની નવી કવાયતથી મામલો વધુ બીચક્યો છે. વિપક્ષે આ મુદ્દે પણ સરકારને ઘેરવાનું શરુ કરી દીધું છે. 


Tags :