સંસદનું વિશેષ સત્ર : PM મોદીએ જૂના સંસદની વિદાય સમયે પૂર્વ વડાપ્રધાન નહેરુ, ઈન્દિરા, રાજીવ ગાંધીને યાદ કર્યા
સંસદના પ્રથમ દિવસની કાર્યવાહી જૂના સંસદ ભવનથી થશે જ્યારે બીજા દિવસની કાર્યવાહી નવા સંસદ ભવનમાં થશે
પહેલા દિવસે સંસદની 75 વર્ષની સફર પર ચર્ચા કરવામાં આવશે
સંસદનું પાંચ દિવસનું વિશેષ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. સંસદના પ્રથમ દિવસની કાર્યવાહી જૂના સંસદ ભવનથી થશે જ્યારે બીજા દિવસની કાર્યવાહી નવા સંસદ ભવનમાં થશે. વિશેષ સત્ર માટે સરકારે મહત્વની તૈયારીઓ કરી છે. આ દરમિયાન વિશેષ સત્રની શરૂઆત થતાં જ રાજ્યસભા અને લોકસભામાં હોબાળો મચી ગયો હતો.
12:10 AM | પૂર્વ પીએમ નહેરુની કરી પ્રશંસા
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ એ જ ગૃહ છે જ્યાં 4 સાંસદવાળી પાર્ટી સત્તામાં રહી છે અને 100 સાંસદવાળી વિપક્ષમાં.... આપણે અહીંથી એક નવા ઉત્સાહ અને ઉમંગ સાથે વિદાય લઈશું. નહેરુજીના ગુણગાન જો ગૃહમાં થશે તો કયો સભ્ય હશે જે તેના પર તાળી નહીં વગાડે.
12:05 AM | સંસદના આતંકી હુમલાને કોઈ નહીં ભૂલી શકે : પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે એવા અગણિત લોકો હશે જેમણે આપણે સારી રીતે કામ કરીએ છીએ, ઝડપથી કામ કરી શકીએ તેના માટે યોગદાન આપ્યું હશે. આ રીતે યોગદાન આપનારા લોકોને હું અને ખાસ કરીને આ ગૃહ વતી નમન કરું છું. આતંકી હુમલો થયો. સમગ્ર વિશ્વમાં આ હુમલો એક ઈમારત પર નહોતો પણ એક રીતે આપણા જીવાત્મા પર હુમલો હતો. આ દેશ એ ઘટનાને ક્યારેય નહીં ભૂલી શકે પણ આતંકીઓ સાથે લડતા લડતાં સભ્યોને બચાવવા માટે જેમણે પોતાની છાતી પર ગોળીઓ ખાધી આજે હું તે સૌને નમન કરું છું.
PM @narendramodi reflected on the terror attack on Parliament, viewing it as an assault on the essence of democracy. He paid tribute to those who bravely defended the institution, acknowledging their sacrifice and valor.#ParliamentSpecialSession @PMOIndia pic.twitter.com/objkU3ndGp
— SansadTV (@sansad_tv) September 18, 2023
11 : 45 AM | વડાપ્રધાન મોદીએ પૂર્વ વડાપ્રધાન નહેરુ, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીનો કર્યો ઉલ્લેખ
વડાપ્રધાન મોદીએ તેમના સંબોધન દરમિયાન કહ્યું કે પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ, શાસ્ત્રીજીથી લઈને મનમોહન સિંહ સુધી બધાએ દેશને નવી દિશા આપી. આજે સૌના ગુણગાન કરવાનો સમય છે. સૌએ આ ગૃહને સમૃદ્ધ કરવા અને દેશના સામાન્યથી સામાન્ય નાગરિકને અવાજ આપવાનું કામ કર્યું છે. રાજીવજી, ઈન્દિરાજીને જ્યારે દેશએ ગુમાવ્યાં ત્યારે જ આ ગૃહે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે આપણે આ જૂના સંસદ ભવનથી વિદાય લઈ રહ્યા છીએ. આ હવે દેશ માટે આગળ વધવા માટેનું અવસર છે. જૂનું સંસદ ભવન આપણને હંમેશા પ્રેરણા આપતું રહેશે. સંસદ ભવનના નિર્માણમાં દેશના લોકોએ પરસેવો વહાવ્યો. ભારતના ગૌરવની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઇ રહી છે. આ ઐતિહાસિક જૂનું સંસદ ભવન આપણા સૌનો સંયુક્ત વારસો છે. આજે આપણે તેનાથી વિદાય લઈએ. આ આપણા સૌ માટે ભાવુક ક્ષણ છે.
11 : 35 AM | દિનેશ શર્માએ રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા
ભાજપ નેતા દિનેશ શર્માએ રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા હતા.
વિપક્ષે માઈક બંને હોવાનો આરોપ મૂકી લોકસભા અને રાજ્યસભામાં હોબાળો શરૂ કરી દીધો હતો.
11 : 25 AM | ઓમ બિરલાએ કહ્યું - આજથી શરૂ થતો સત્ર મહત્ત્વપૂર્ણ
લોકસભાના સ્પીકર ઓમર બિરલાએ ટ્વિટમાં કહ્યું હતું કે આજથી શરૂ થતો સત્ર મહત્ત્વપૂર્ણ છે. 140 કરોડ દેશવાસીઓની ભાગીદારી તેને વિશેષ બનાવશે. પાંચ દિવસના આ વિશેષ સત્રમાં કુલ 8 બિલ પર ચર્ચા થઈ શકે છે. ઓમ બિરલાએ આ દરમિયાન G20 માટે પીએમ મોદીનું ધન્યવાદ પણ કર્યું હતું.
સંસદની 75 વર્ષની સફર પર ચર્ચા થશે
અહેવાલ અનુસાર પાંચ દિવસીય વિશેષ સત્રના પહેલા દિવસે સંસદની 75 વર્ષની સફર પર ચર્ચા કરવામાં આવશે. સંસદીય બુલેટિન અનુસાર પ્રથમ દિવસે સંસદીય સફરની 75 વર્ષની ઉપલબ્ધિઓ, અનુભવો, યાદો અને પાઠ વિશે ચર્ચા કરવામાં આવશે.
Special Session of Parliament BJP leader Dinesh Sharma takes oath as a Member of the Parliament (MP) in Rajya Sabha.#SpecialParliamentSession #RajyaSabha @drdineshbjp pic.twitter.com/TMWLVZfxUu
— SansadTV (@sansad_tv) September 18, 2023
આ બિલો રજૂ કરાશે
આ સાથે પાંચ દિવસના સત્રમાં પોસ્ટ ઓફિસ બિલ 2023, મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક સાથે સંબંધિત બિલ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત એડવોકેટ્સ (એમેન્ડમેન્ટ) બિલ 2023 અને પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઑફ પીરિયોડિકલ બિલ પણ રજૂ કરવામાં આવનાર છે.
તમામ બિલોની યાદી નીચે મુજબ છે
1. The Press and Registration of Periodicals Bill, 2023
2. The Advocates (Amendment) Bill, 2023
3. The Maintenance and Welfare of Parents and Seniors Citizens
(Amendment) Bill, 2019
4. The Repealing and Amending Bill, 2023
5. The Constitution (Scheduled Tribes) Order (Amendment) Bill, 2019
6. The Post Office Bill, 2023
7. The Jammu and Kashmir Reservation (Amendment) Bill, 2023
8. The Constitution (Jammu and Kashmir) Scheduled Castes Order
(Amendment) Bill, 2023
વિશેષ સત્ર પાંચ દિવસ સુધી ચાલશે
માહિતી અનુસાર 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલનારા સંસદના વિશેષ સત્રના છેલ્લા ત્રણ દિવસોમાં જ સરકાર આ બિલોને ગૃહમાં રજૂ કરશે. ભાજપે સંસદના વિશેષ સત્ર માટે લોકસભા અને રાજ્યસભાના તેના તમામ સાંસદોને વ્હિપ જારી કરી દીધો છે.