Get The App

VIDEO:હાથ ન હોવા છતા તીર નિશાને લાગ્યું; પેરા આર્ચર શીતલ દેવી અર્જુન એવોર્ડથી સન્માનિત

16 વર્ષીય શીતલ દેવીએ ચીનના હાંગઝોઉમાં યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં ત્રણ મેડલ જીત્યા હતા

Updated: Jan 9th, 2024

GS TEAM

Google News
Google News
VIDEO:હાથ ન હોવા છતા તીર નિશાને લાગ્યું; પેરા આર્ચર શીતલ દેવી અર્જુન એવોર્ડથી સન્માનિત 1 - image


para archer sheetal devi: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં એક ઔપચારિક સમારંભમાં વાર્ષિક રાષ્ટ્રીય રમત પુરસ્કાર એનાયત કર્યા હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિએ જમ્મુ-કાશ્મીરની હોનહાર દીકરી પેરા આર્ચર શીતલ દેવીને અર્જુન એવોર્ડથી સન્માનિત કર્યા હતા. શીતલ દેવી પ્રથમ એવી મહિલા તીરંદાજ છે જેને બંને હાથ નથી.

શીતલ દેવીએ એશિયન પેરા ગેમ્સમાં રેકોર્ડ ત્રણ મેડલ જીત્યા

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડના લોઈધર ગામની રહેવાસી પેરા તીરંદાજ શીતલ દેવી પ્રતિષ્ઠિત એર્જુન એવોર્ડથી સાન્માનિત 26 ખેલાડીઓમાં સામેલ હતા. રાષ્ટ્રપતિ ભવનમાં જ્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમનું સન્માન કર્યું ત્યારે આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. શીતલ દેવીએ ગયા વર્ષે ઓક્ટોબરમાં તેમની પ્રથમ એશિયન પેરા ગેમ્સમાં રેકોર્ડ ત્રણ મેડલ જીત્યા હતા. શાનદાર પ્રદર્શનમાં મિશ્ર ડબલ અને મહિલા વ્યક્તિગત કેટેગરીમાં બે ગોલ્ડ મેડલ અને મહિલા ડબલ કમ્પાઉન્ડમાં સિલ્વર મેડલનો સમાવેશ થાય છે.

સખત પરિશ્રમ બાદ શીતલ દેવીને મળી સફળતા

શીતલ દેવી ટ્રેનિંગ શરૂઆતના દિવસોમાં ધનુષબાણ ઉપાડી શકતી ન હતી, પરંતુ તેમણે તેના જમણા પગથી ધનુષબાણ ઉપાડવાની પ્રેક્ટિસ કરી અને બે વર્ષના સખત પરિશ્રમ બાદ મેડલ જીતવામાં સફળ રહી. 2021માં તીરંદાજ તરીકે કારકિર્દી શરૂ કરનાર શીતલ પ્રથમ વખત કિશ્તવાડમાં ભારતીય સેનાની યુવા સ્પર્ધામાં ભાગ લીધો હતો. તાલિમ દરમિયાન તેમના માટે ખાસ પ્રકારનું ધનુષબાણ તૈયાર કરવામાં આવ્યું હતું, જેથી તે તેના પગથી ધનુષને સરળતાથી ઉપાડી શકે અને તેમના ખભાથી તીર ખેંચી શકે. તેમના કોચ અભિલાષા ચૌધરી અને કુલદીપ વેદવાન છે. 

Tags :