Get The App

'જે દિવસે સત્તામાં આવીશ, એ દિવસે જાતિ...' ફરી ભડક્યાં દિગ્ગજ સાંસદ, લઠ્ઠાકાંડના પીડિતોને મળ્યાં

Updated: Oct 19th, 2024

GS TEAM


Google News
Google News
Pappu Yadav


Pappu Yadav on Caste Insults: બિહારના સારણ અને સિવાનમાં પૂર્ણિયાના અપક્ષ સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવ લઠ્ઠાકાંડના પીડિતોના પરિવારોને મળવા પહોંચ્યા હતા. ત્યાં તેમણે કહ્યું હતું કે, 'જે લોકો નફરત પેદા કરી રહ્યા છે અને જાતિનું અપમાન કરી રહ્યા છે, તેમને મારો આગ્રહ છે કે તેઓ અપમાન કરવાનું બંધ કરે. આ બિહાર છે. બધાને પાઠ ભણાવી દે છે. હું જે દિવસે સત્તામાં આવીશ, એ દિવસે જાતિને ગાળો આપતા લોકોને રાજકારણ કરવા નહીં દઉં. અમે તેમને ક્યારેય ટિકિટ પણ નહી આપીએ. અમે એવો કાયદો લાવીશું કે કોઈપણ પક્ષ આવા લોકોને ટિકિટ આપી શકશે નહીં.'

આ મોત નથી પરંતુ હત્યા છે - પપ્પુ યાદવ

આ ઉપરાંત સાંસદ લઠ્ઠાકાંડમાં થયેલી મોત અંગે કહ્યું હતું કે,'આનાથી મોટી દુ:ખદ ઘટના ન થઈ શકે. આ મોત નથી પરંતુ હત્યા છે. આ હત્યામાં જે પણ સામેલ છે તેમની સામે કેરળ, તમિલનાડુ, તેલંગાણાની જેમ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ અને આજીવન કેદની સજાની જોગવાઈ કરવી જોઈએ.'

આરોપીઓને આજીવન કેદની સજા થવી જોઈએ 

આ ઘટના બાબતે પપ્પુ યાદવે વધુમાં કહ્યું હતું કે, 'હું સરકાર પાસે માંગ કરું છું કે વેચનાર અને બનાવનાર આજીવન કેદની સજાની જોગવાઈ હોવી જોઈએ. તેમજ તેમને ક્યારેય જામીન મળવા ન જોઈએ. આવી ઘટના માટે જવાબદાર અધિકારીને નોકરીમાંથી બરતરફ કરી તેની સામે હત્યાનો કેસ દાખલ કરવો જોઈએ.' 

આ પણ વાંચો: અનાજની ખરીદી ન કરાતાં ખેડૂતો ભડક્યાં, ધારાસભ્ય-મંત્રીઓના ઘર ઘેર્યા, ટ્રેનો અટકાવી કર્યા દેખાવ

પપ્પુ યાદવે આક્રોશ વ્યક્ત કર્યો 

પપ્પુ યાદવે કહ્યું કે, 'એક નેતાએ કહ્યું હતું કે લોકો તો મરતા રહે છે. હું તે નેતાને પૂછવા માંગુ છું કે જ્યારે બિહારમાં દારૂનો વ્યાપ હતો ત્યારે શું આવું નહોતું થતું. ત્યારે પણ લોકો મરી રહ્યા હતા. આ ઝેરી દારૂ પર ક્યારે પ્રતિબંધ આવશે?'

આ અંગે તેમણે વધુમાં કહ્યું કે, 'આ લોકો દારૂ પીને મૃત્યુ નથી પામ્યા, પરંતુ ઝેરી દારૂ પીવાથી મૃત્યુ પામ્યા છે. આમાં તમે નેતાગીરી કરવા કરતા જો તમારી પાસે હોદ્દો અને દરજ્જો હોય તો આવો અને આ લોકોને મદદ કરો. જે દિવસે હું સત્તા પર આવીશ, હું ઝેરી દારૂનું એક ટીપું પણ નહીં બનવા દઉં. જે વિસ્તારમાં આવી ઘટના બનશે તે વિસ્તારના આબકારી અધિકારીઓને 48 કલાકમાં બરતરફ કરવામાં આવશે.'

'જે દિવસે સત્તામાં આવીશ, એ દિવસે જાતિ...' ફરી ભડક્યાં દિગ્ગજ સાંસદ, લઠ્ઠાકાંડના પીડિતોને મળ્યાં 2 - image

Tags :