Get The App

નશામાં ધૂત ડ્રાઈવર બન્યો કાળ, ટ્રક લઇને ફરી વળ્યો, દિલ્હી-ચંદીગઢ હાઈવે પર 5ને કચડી નાખ્યાં

Updated: Nov 14th, 2024

GS TEAM


Google News
Google News
Panipat Accident


Panipat Truck Accident: પાણીપતમાં નશામાં ચકચૂર ટ્રક ડ્રાઈવરે બેફામ ટ્રક ચલાવી પાંચ લોકોના જીવ લીધા છે. જેમાં અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પણ થઈ હતી. દિલ્હીથી ચંદીગઢ જઈ રહેલાં ટ્રક ડ્રાઈવરે એલિવેટેડ હાઈવે પર રોંગ સાઈડમાં ઘૂસી મોતનું તાંડવ ખેલ્યું હતું.

મીડિયા સૂત્રો અનુસાર, પાણીપત શહેરમાં નશામાં ધૂત ટ્રક ડ્રાઈવરે એલિવેટિડ હાઈવે પર સિવાહથી માંડી કેમ્પના વળાંક સુધી જુદા-જુદા અકસ્માત સર્જી કુલ છ લોકોને ટક્કર મારી હતી. જેમાં પાંચના મોત થયા હતા. જ્યારે એક ગંભીર રૂપે ઘાયલ થયો હતો. આ ટ્રકે છેલ્લે એક બોલેરો કારને ટક્કર માર્યા બાદ થંભી હતી. બાદમાં સ્થાનિક લોકોએ ટ્રક ડ્રાઈવરને પકડીને માર માર્યો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદના હરિપુરા નજીક ખાનગી બસ પલટતાં ચીસાચીસ મચી, 20થી વધુ મુસાફર ઈજાગ્રસ્ત

મૃતકોમાં બે યુવક સૂરજ અને અનિકેતની ઓળખ થઈ છે. તેઓ પાવટી ગામના રહેવાસી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકોની ઓળખ અને ડ્રાઈવર વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસે જણાવ્યું કે, આરોપી ટ્રક ડ્રાઈવર નશામાં હતો. તે સીધો ઉભો પણ રહી શકતો ન હતો. 

નશામાં ધૂત ડ્રાઈવર બન્યો કાળ, ટ્રક લઇને ફરી વળ્યો, દિલ્હી-ચંદીગઢ હાઈવે પર 5ને કચડી નાખ્યાં 2 - image

Tags :