સતત 8મા દિવસે પાકિસ્તાનની અવળચંડાઈ, જમ્મુ-કાશ્મીરના 3 વિસ્તારોમાં કર્યું આડેધડ ફાયરિંગ
Pakistan Firing News | પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ નિયંત્રણ રેખા (LoC) પર તણાવ વધી ગયો છે. પાકિસ્તાન વારંવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પાકિસ્તાને સતત આઠમા દિવસે નિયંત્રણ રેખા (LoC) પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે.
ફરી એકવાર પાકિસ્તાનની અવળચંડાઈ
01 અને 02 મેની રાત્રે પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશના કુપવાડા, બારામુલ્લા, પૂંછ, નૌશેરા અને અખનૂર વિસ્તારોમાં નિયંત્રણ રેખા પારની ચોકીઓ પરથી નાના હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો.
ભારતનો સજ્જડ જવાબ...
આ દરમિયાન ભારતીય જવાનોએ પાકિસ્તાનના આ નાપાક કૃત્યનો સંતુલિત અને પ્રમાણસર રીતે યોગ્ય જવાબ આપ્યો છે. અગાઉ, ૩૦ એપ્રિલ અને 1 મેની રાત્રે, પાકિસ્તાની સેનાની ચોકીઓ પરથી જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, ઉરી અને અખનૂર વિસ્તારોમાં નિયંત્રણ રેખા પર નાના હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર કરાયો હતો. પાકિસ્તાનની કાર્યવાહી બાદ ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો.