ભારત આવેલી પાકિસ્તાનની સીમા બની ગઇ છે સેલિબ્રિટી, ઉલટા સૂલટા જવાબોથી વધી શકે છે તેની મુશ્કેલી
સીમા હૈદરને કેટલાક પાકિસ્તાનની જાસૂસ સમજી રહયા છે
સીમાએ વિવિધ માધ્યમોને આપેલા સાક્ષાત્કારમાંથી ઉભા થયા સવાલો
નવી દિલ્હી,૧૭ જુલાઇ,૨૦૨૩,સોમવાર
પાકિસ્તાનની સીમા હૈદર નામની ૩૦ વર્ષની મહિલા જે ૪ બાળકોની માતા છે. તેને ભારતના નોઇડામાં ગરીબ પરીવારમાં રહેતા સચીન મીણા નામના માત્ર ૨૨ વર્ષના યુવક સાથે પબ્જી રમતા પ્રેમ થયો હતો. એક બીજાને ઓળખતા ન હતા પરંતુ ઓનલાઇને ગેમથી બંને એકબીજાથી એટલા નજીક આવી ગયા કે છેવટે બંને નોઇડામાં ભેગા રહેવા લાગ્યા છે. સચીન હાલમાં ૨૨ વર્ષનો છે.
ભારતની કોઇ યુવતી કે યુવક પાકિસ્તાન આવી રીતે ગઇ હોતતો તેની ખરાબ દશા થઇ હોત પરંતુ ભારતમાં સીમા હૈદર સેલિબ્રેટી બની ગઇ છે. સમાચાર માધ્યમો તેના ઇન્ટરવ્યુ લેવા માટે પડાપડી કરી રહયા છે. તેને ભારતમાં આવ્યાને માત્ર ૧૦ દિવસ થયા છે પરંતુ જે રીતે રજૂ થઇ રહી છે તે જોતા કેટલાક પાકિસ્તાનની જાસૂસ સમજી રહયા છે. ભારતની તપાસ એજન્સીઓ પણ સીમા પર વોચ રાખી રહી હશે. સીમા પોતાના પ્રેમી સચીન સાથેના પ્રેમની આડમાં પોતાના વિશે વાત કરી રહી છે તેમાં વિરોધાભાસ જોવા મળે છે. સીમાએ વિવિધ માધ્યમોને આપેલા સાક્ષાત્કારમાંથી પણ સવાલો ઉભા થઇ રહયા છે.
(૧) સીમા પોતાને માત્ર ૫ પાસ ગણાવે છે પરંતુ જે રીતે હિૅદી ભાષામાં વાત કરે છે તે જોતા તે થોડાક દિવસ પહેલા જ ભારતમાં આવી છે તેવું ઘણાને લાગતું નથી. તે નોર્મલ અંગ્રેજી શબ્દો પણ વાતચીત દરમિયાન સહજતાથી ઉમેરે છે. (૨) તે પોતાનાથી ઉંમર અને અનુભવમાં ખૂબ નાના પ્રેમી સચીન સાથે રહે છે. તે પોતાના ૪ બાળકોને પણ સાથે લાવી છે, (૨) તેને પોતાના પ્રેમી પાસે આવવું હોતતો તે લિગલ પ્રોસેસથી વિઝા મેળવીને આવી શકી હોત. તેના સ્થાને ઘૂસણખોરી માટે જાણીતી નેપાળ સરહદનો ઉપયોગ કર્યો છે. પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માટે દિલ્હીમાં એક વકિલનો સંપર્ક કર્યો ત્યારે સમગ્ર વાત બહાર આવી હતી.
(૩) તેની પાસે પાકિસ્તાની પાસપોર્ટ અને દસ્તાવેજો તેમજ સિમકાર્ડ પણ મળ્યા છે. (૪) સીમા માત્ર ૫ ભણેલી છે તો તેને પાસપોર્ટ તૈયાર કરવાનું જ્ઞાાન કેવી રીતે મળ્યું ? બીજુ કે દુબઇના માર્ગે વાયા નેપાળ થઇને ભારતમાં આવવાનો માર્ગ કોણે બતાવ્યો ? પાકિસ્તાનથી વાયા દુબઇ થઇને કાઠમંડુ સુધી લેન્ડ થવા પાછળ તે એકલી તો નહી જ હોય ? (૫) કોઇ પણ વ્યકિત સાથે પ્રેમ હોય એનો મતલબ કે એ દેશમાં તમે નિયમ ભંગ કરીને ગેર કાયદેસર ઘૂસી શકો નહી.
(૬) સીમા પાકિસ્તાનમાં ખૂબ ગરીબ પરીસ્થિતિમાં રહેતી હતી. પતિનો સાથ મળતો ન હતો. બાળકની પરવરિશ માંડ કરતી હતી. આવી અસહજ સ્થિતિમાં પબ્જી જેવી ગેમ રમવાનું કેવી રીતે શીખી લીધું ? ઓનલાઇન ગેમમાં એટલી મહારત મેળવી કે સચીન નામના યુવક સાથે વાતો પણ કરવા લાાગી હતી. તે સીમા નહી પરંતુ ઇન્ટરનેટની દુનિયામાં ઓળખ છુપાવીને કોઇ જુદા જ નામથી એકાઉન્ટ ઓપરેટ કરતી હતી.
(૭) ભારત આવતા પહેલા તેને ખ્યાલ હશે કે પોતાનો પ્રેમી ખૂબજ ગરીબ છે. મહિને ૧૩૦૦૦ રુપિયાની આવક ધરાવે છે. આવા સંજોગોમાં પોતાના ૪ બાળકોને સાથે લઇ જઇને કેવી રીતે જીવન વિતાવશે.? (૮) ભારત આવીને તેણે પોતાનો ધર્મ બદલી નાખ્યો છે. હવે તે મુસ્લિમ મટીને હિંદુ બની છે. (૯) સામાન્ય રીતે ધર્મ પરિવર્તનએ સમજણપૂર્વકને લાંબા સમય સુધી રાહ જોયા પછી થતું હોય છે. પોતાનો મૂળ ધર્મ છોડતી વખતે અવઢવ અને ગડમથલ થતી રહે છે પરંતુ સીમાનું એમ તાત્કાલિક અચાનજ જ ધર્મ પરિવર્તન કેટલાકને શંકા જન્માવે છે. આવા પ્રશ્નોના સંતોષકારક જવાબ નહી મળે તો આજે નહી તો કાલે સીમાની ધરપકડ થઇ શકે છે.