પાકિસ્તાન હાઈ કમિશનના વધુ એક અધિકારીને 24 કલાકમાં દેશ છોડવાનો આદેશ, પર્સોના નૉન ગ્રાટા જાહેર
India-Pakistan Tension: પાકિસ્તાન હાઈ કમિશનના વધુ એક અધિકારીને દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેને 24 કલાકમાં ભારત છોડવા કહેવામાં આવ્યું છે. ભારત સરકારે નવી દિલ્હીમાં પાકિસ્તાની હાઈ-કમિશનના એક અધિકારીને 'પર્સોના નૉન ગ્રાટા' જાહેર કર્યો છે. એવું એટલા માટે કારણ કે તે પોતાની સત્તાવાર કામગીરી સિવાય જાસૂસીથી જોડાયેલી ગતિવિધિઓમાં સામેલ હતો.
વિદેશ મંત્રાલયના અનુસાર, આ અધિકારી પંજાબમાં ભારતીય સેનાની જાસૂસીથી જોડાયેલી એક્ટિવિટીમાં સામેલ હતો. જેને લઈને 24 કલાકમાં ભારત છોડવાનો આદેશ અપાયો છે. આ મુદ્દે પાકિસ્તાની હાઈ-કમીશનના ચાર્જ ડી'અફેયર્સ સાદ અહમદ વર્રૈચને ડિમાર્શ જાહેર કરીને ચેતવણી આપવામાં આવી છે કે, કોઈ પણ પાકિસ્તાની રાજદૂત પોતાના વિશેષાધિકારોનો દુરૂપયોગ ન કરે. આ પગલું પંજાબમાં બે લોકોની ધરપકડ બાદ લેવાયું. આ યુવક કથિત રીતે સૈન્ય માહિતી લીક કરવામાં સામેલ હતો. જેના જવાબમાં પાકિસ્તાને ઇસ્લામાબાદમાં ભારતીય હાઈ કમીશનના એક અધિકારીને પર્સોના નૉન ગ્રાટા જાહેર કર્યો છે. આ ઘટના પહલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર બાદ બંને દેશો વચ્ચે વધતા તણાવને દર્શાવે છે.
પર્સોના નૉન ગ્રાટા શું છે?
કૂટનીતિક ભાષામાં 'પર્સોના નૉન ગ્રાટા' એવા વ્યક્તિ માટે વપરાય છે જેને કોઈ દેશમાં આવવાની મંજૂરી નથી અથવા તેને પાછા મોકલવાનો નિર્ણય લેવાયો છે. ઉદાહરણ તરીકે જો કોઈ દેશે કોઈ અન્ય દેશના રાજદૂતને આકરી ટીકા કરવા માટે અથવા શંકાસ્પદ પ્રવૃત્તિ માટે અસ્પષ્ટ જાહેર કર્યુ હોય કે "he is declared persona non grata" તો તેનો અર્થ છે કે એ વ્યક્તિને હવે દેશમાં રહેવા દેવામાં નહીં આવે.