India

પાકિસ્તાન ખુલ્લું પડી ગયું : હાફીઝ સૈયદ બાંગ્લાદેશમાંથી આતંકી પ્રવૃત્તિઓ શરૂ કરાવશે

By GS TEAM
10 Nov 20251 min read
પાકિસ્તાન ખુલ્લું પડી ગયું : હાફીઝ સૈયદ બાંગ્લાદેશમાંથી આતંકી પ્રવૃત્તિઓ શરૂ કરાવશે

પાકિસ્તાનની સેના જ ત્રાસવાદને પોષે છે

બાંગ્લાદેશમાં કિશોરોને પણ કટ્ટરવાદી બનાવાશે, જીહાદ માટે ત્રાસવાદી તાલિબાનના કેમ્પો રચવામાં આવશે, ભારત પર હુમલા કરવા તૈયાર કરાશે

નવી દિલ્હી: તાજેતરમાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં લશ્કર એ તૈયબના કમાન્ડર સૈફ ઉલ્લાહ સૈફ તેમ કહેતા જાણવા મળે છે કે હાફીઝ સૈયદ બાંગ્લાદેશ દ્વારા ભારત ઉપર હુમલા કરાવવાની સાજીશ રચે છે.

આ વિડીયો વાયવ્ય સિંધમાં આવેલાં ખૈરપુર તામેવલીમાં ઓક્ટોબર ૩૦ના દિવસે ઉતારવામાં આવ્યો હતો તેમ પણ સ્પષ્ટત: દેખાય છે. તેમાં સૈફ ઉદ્દ દીન બાંગ્લાદેશના માત્ર યુવાનોને જ નહીં, કીશોરોને પણ જેહાદ માટે તૈયાર કરાઈ રહ્યા હોવાનું મનાય છે. તેટલું જ નહીં પરંતુ તે માટેની છાવણીઓ પણ દેખાય છે.

સૈફુદ્દીને કહ્યું હતું કે હાફીઝ સઇદના માણસો પૂર્વ પાકિસ્તાન (બાંગ્લાદેશ)માં પહોંચી ગયા છે. આ દર્શાવે છે કે કુમળી વયના અબુધ કિશોરોના કાનમાં પણ ભારત વિરોધી જીહાદી ઝેર રેડાઈ રહ્યું છે.

નિરીક્ષકો કહે છે કે જો આ સમાચારો સાચા જ હોય તો ભારત સરકારે તે સામે તૈયારીઓ કરવી જ પડે નહીં તો ભારતનું સમગ્ર પૂર્વાંચલ અને પશ્ચિમ બંગાળ તથા બિહાર પણ ભયગ્રસ્ત બની જશે.