Get The App

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીના X હેન્ડલ પર ભારતમાં રોક, પરમાણુ હુમલાની આપી રહ્યા હતા ધમકી

Updated: Apr 29th, 2025

GS TEAM


Google News
Google News
Pakistan Defence Minister Khawaja Asif's X account blocked in India


Pakistan Defence Minister Khawaja Asif's X account blocked in India: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કર રહ્યું છે. આ દરમિયાન, ભારતે હવે પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફ સામે કાર્યવાહી કરતા તેના X એકાઉન્ટને બ્લોક કરી દેવામાં આવ્યું છે. 

અમે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરીશું: ખ્વાજા આસિફ

પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફે અગાઉ કહ્યું હતું કે, 'પાકિસ્તાન હાઇ એલર્ટ છે અને અમારી સેના સંપૂર્ણપણે તૈયાર છે.' તેમણે ચેતવણી પણ આપી હતી કે, 'જો પાકિસ્તાનને પોતાના  અસ્તિત્વ લઈને ખતરો અનુભવાશે તો અમે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરીશું.' તેમના નિવેદન બાદ ભારત સરકારે આ પગલું ભર્યું છે.

આ પણ વાંચો: ભારત સાથે તણાવ બાદ બેબાકળું પાકિસ્તાન મદદ માટે રશિયા પહોંચ્યું, સામે જુઓ કેવો જવાબ મળ્યો

ખ્વાજા આસિફની X એકાઉન્ટ આ કારણે કરવામાં આવ્યું બ્લોક 

ભારતે જમ્મુ અને કાશ્મીર પર ખોટી માહિતી અને ખોટા સમાચાર ફેલાવવા તેમજ આતંકવાદને સમર્થન આપવા બદલ પાકિસ્તાનના સંરક્ષણમંત્રી  ખ્વાજા એમ આસિફનું એકાઉન્ટ બ્લોક કરી દીધું છે.

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીના X હેન્ડલ પર ભારતમાં રોક, પરમાણુ હુમલાની આપી રહ્યા હતા ધમકી 2 - image

Tags :