Get The App

પાક. પાસે શસ્ત્રો અને દારૂગોળાની અછત યુદ્ધ થાય તો ચાર દિવસમાં તળિયું દેખાશે

Updated: May 4th, 2025

GS TEAM

Google News
Google News
પાક. પાસે શસ્ત્રો અને દારૂગોળાની અછત યુદ્ધ થાય તો ચાર દિવસમાં તળિયું દેખાશે 1 - image

આર્થિક પાયમાલીની ધારે ઊભેલા પાક.ની માઠી બેઠી !

યુક્રેન જ નહિ, ઇઝરાયેલને પણ શસ્ત્રો વેચી ડોલર કમાવા ગયું હવે તે ભારે પડે છે ઃ તેની યુદ્ધ ક્ષમતા ઉપર સીધી અસર થઈ

નવી દિલ્હી: પાકિસ્તાનને દારૂગોળા અને શસ્ત્રાસ્ત્રોની ભારે ખેંચ ઉભી થઇ છે. તેથી તેની યુદ્ધ ક્ષમતા પર સીધી અસર થવા સંભવ છે. પાકિસ્તાને ડોલર કમાવા યુક્રેન અને ઇઝરાયલને પણ ભારે મોટા પ્રમાણમાં શસ્ત્રો વેચ્યાં હોવાથી હવે તેની પાસે શસ્ત્રાસ્ત્રોનો જથ્થો એટલો ઘટી ગયો છે કે જો વ્યાપક યુદ્ધ થાય તો તે માત્ર ૪ દિવસ જ ચાલી શકે તેમ છે.

વૈશ્વિક સંઘર્ષની દ્રષ્ટિએ જોતાં પાકિસ્તાન એક તરફ આર્થિક કટોકટી ભોગવી રહ્યું છે, તો બીજી તરફ તેનાં વ્યૂહાત્મક અસ્તિત્વનો પ્રશ્ન ઉપસ્થિત થોય છે.

રશિયા-યુક્રેન યુદ્ધમાં તે બહારથી તટસ્થ હોવાનો દેખાવ કરતું હતું પરંતુ ગુપ્ત રીતે યુક્રેનને શસ્ત્રો વેચતું હતું. વાહ કેન્ટોનમેન્ટ સ્થિત પાકિસ્તાન ઑર્ડીનન્સ ફેકટરીએ લાખ્ખો આર્ટિલરી શેલ્સ, રોકેટ્સ, અને સ્મોલ આર્મ્સ (રાયફલ, ટોપીગન્સ વ.) ગુપ્ત માર્ગો દ્વારાં યુક્રેનને વેચ્યાં હતાં.

૨૦૨૩ના ફેબુ્રથી માર્ચ સુધીમાં પાકિસ્તાને ૪૨,૦૦૦ ૧૨૨ એમ.એમ.નાં બીએમ-૨૧ રોકેટ્સ વેચ્યાં હતાં. ૬૦,૦૦૦ ૧૫૫ એમ.એમ.ના હોવિત્ઝર શેલ્સ અને ૧,૩૦,૦૦૦ ૧૨૨ એમ.એમ.નાં રોકેટ્સ વેચી પાકિસ્તાન ૩૬૪ મિલિયન ડોલર કમાયું હતું. આ નફાના ૮૦ ટકા તો રાવલપિંડી સ્થિત, પાકિસ્તાન આર્મીનાં જનરલ હેડ ક્વાર્ટસ પહોંચાડાયા હતા. ૨૦૨૨-૨૩નાં નાણાંકીય વર્ષમાં પાકિસ્તાનની શસ્ત્ર નિકાસ ૪૧૫ મિલિયન ડોલર્સ પહોંચી હતી. જે અગાઉનાં વર્ષનાં પ્રમાણમાં ૩૦૦૦% જેટલો વધારો દર્શાવે છે.

પાકિસ્તાન પાસે ૬ લાખનું સૈન્ય છે. તેને પાકિસ્તાન ઓર્ડીનન્સ ફેકટરી શસ્ત્રો પૂરાં પાડે છે. ભૂમિ યુદ્ધમાં આર્ટીલરી (તોપખાતુ) મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ તે તોપખાના માટેના ગોળા યુક્રેનને વેચ્યા.

આ ઉપરથી ડીફેન્સ એનેલિસ્ટસ કહે છે કે જો વ્યાપક યુદ્ધ થાય તો પાકિસ્તાન પાસે અત્યારે ૪ દિવસ જ ચાલે તેટલો શસ્ત્ર સરંજામ છે.

બીજી તરફ પાકિસ્તાન ભયંકર આર્થિક કટોકટી ભોગવે છે. ફુગાવો હાથ બહાર ગયો છે. દેવું અસામાન્ય છે. વિદેશ મુદ્રા ઘણી જ ઘટી ગઈ છે. 

પાકિસ્તાનના સૈનિકો માટેનાં રેશન ઉપર પણ કાપ મુકવો પડયો છે. તેના પૂર્વ લશ્કરી વડા જનરલ (નિવૃત્ત) કમર જાવેદબાજવાએ ખુલ્લાં મને સ્વીકાર્યું છે કે ભારત સાથે લાંબા સમય સુધી યુદ્ધ ચાલે તો તેમાં ટકી રહેવા માટે પાકિસ્તાન પાસે પૂરતાં સાધનો નથી.