Get The App

VIDEO : આતંકી હુમલા વચ્ચે ટુરિસ્ટે બનાવ્યો વીડિયો, ગોળીબારના ડરામણા અવાજથી ધ્રૂજી ઊઠશો

Updated: Apr 23rd, 2025

GS TEAM


Google News
Google News
Jammu Kashmir Pahalgam video


Jammu Kashmir Pahalgam video :  જમ્મુ-કાશ્મીરના પહલગામના બેસરનમાં મોટો આતંકી હુમલો થયો હતો જેના બાદથી સમગ્ર દેશમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. આતંકીઓએ પર્યટકોના એક ગ્રૂપને નિશાન બનાવ્યું જેમાં 26 લોકો મૃત્યુ પામી ગયા હતા. ડઝનેકથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જોકે આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન પણ હાથ ધરાયું છે. 

એક પ્રવાસીએ બનાવ્યો ઘટના સ્થળનો વીડિયો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આતંકવાદીઓ પ્રવાસીઓનું નામ અને ધર્મ પૂછતા અને પછી તેમને ગોળી મારી દેતા હતા. આતંકવાદીઓએ લગભગ 20 થી 25 મિનિટ સુધી આ લોહિયાળ રમત રમી અને પછી જંગલ તરફ ભાગી ગયા. આ દરમિયાન, એક પ્રવાસીએ ઘટના સ્થળનો વીડિયો પણ બનાવ્યો છે જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આતંકવાદીઓ દ્વારા ચલાવવામાં આવતી ગોળીઓના અવાજ સાંભળી શકાય છે. 

આતંકવાદી હતા આર્મી યુનિફોર્મમાં 

પહલગામ હુમલા પછી, જ્યારે ભારતીય સેનાના સૈનિકો બૈસરન ખીણ પહોંચ્યા, ત્યારે ત્યાં હાજર પ્રવાસીઓએ તેમને આતંકવાદી સમજી લીધા હતા. કારણ કે ગોળીબાર કરનારા આતંકવાદીઓ પણ આર્મી યુનિફોર્મમાં હતા. સૈનિકોને જોઈને સ્ત્રીઓ અને બાળકો હાથ જોડીને રડવા લાગ્યા. આ પછી સૈનિકોએ કહ્યું કે અમે ભારતીય સેના છીએ. તેમણે પ્રવાસીઓને સલામતીની ખાતરી આપી. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે.

VIDEO : આતંકી હુમલા વચ્ચે ટુરિસ્ટે બનાવ્યો વીડિયો, ગોળીબારના ડરામણા અવાજથી ધ્રૂજી ઊઠશો 2 - image

Tags :