Get The App

ઓગસ્ટમાં આઠ કોર સેક્ટરનું ઉત્પાદન 6.3 ટકા વધ્યું : 13 મહિનાની ટોચે

Updated: Sep 23rd, 2025

GS TEAM

Google News
Google News
ઓગસ્ટમાં આઠ કોર સેક્ટરનું ઉત્પાદન 6.3 ટકા વધ્યું : 13 મહિનાની ટોચે 1 - image


- કોલસા, સ્ટીલ અને સિમેન્ટના ઉત્પાદનમાં વધારો

- જુલાઇ, 2025માં કોર સેક્ટરના ઉદ્યોગોનો વૃદ્ધિ દર 3.7 ટકા જ્યારે ઓગસ્ટ, 2024માં આ વૃદ્ધિ દર માઇનસ 1.5 ટકા હતો

નવી દિલ્હી : કોલસા, સ્ટીલ અને સિમેન્ટના ઉત્પાદનમાં વૃદ્ધિને કારણે દેશના આઠ કોર સેક્ટરનું ઉત્પાદન ઓગસ્ટ, ૨૦૨૫માં ૬.૩ ટકા વધ્યું છે. જે છેલ્લા ૧૩ મહિનાની સર્વોચ્ચ સપાટી છે તેમ સોમવારે જારી કરાયેલા સત્તાવાર આંકડામાં જણાવવામાં આવ્યું છે.

સત્તાવાર આંકડાઓ અનુસાર જુલાઇ, ૨૦૨૫માં કોર સેક્ટરના ઉદ્યોગોનો વૃદ્ધિ દર ૩.૭ ટકા હતો. ઓગસ્ટ, ૨૦૨૪માં કોર સેક્ટરનો વૃદ્ધિ દર માઇનસ ૧.૫ ટકા હતોે. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી ઓગસ્ટ સુધીના સમયગાળામાં આઠ કોર સેક્ટરોમાં ૨.૮ ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી છે. ગયા વર્ષના આ જ સમયગાળામાં આ આંકડો ૪.૬ ટકા હતો.

સરકારે જારી કરેલા આંકડાઓ અનુસાર ઓગસ્ટ, ૨૦૨૫માં કોલસા, સ્ટીલ અને સિમેન્ટના ઉત્પાદનમાં અનુક્રમે ૧૧.૪ ટકા, ૧૪.૨ ટકા અને ૬.૧ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. 

બીજી તરફ રિફાઇનરી પેદાશો, ખાતર અને વીજળીના ઉત્પાદનમાં અનુક્રમે ૩ ટકા, ૪.૬ ટકા અને ૩.૧ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. જોકે ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. 

આ આંકડાઓ અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા ઇકરાના મુખ્ય અર્થશાસ્ત્રી આદિતી નાયરે જણાવ્યું હતું કે લો બેઝને કારણે કોર સેક્ટરના ઉત્પાદનમાં છેલ્લા ૧૩ મહિનાની સર્વોચ્ચ સપાટી જોવા મળી છે. 

ઇકરાના અંદાજ મુજબ ઓગસ્ટમાં આઇઆઇપી (ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડકશન)નો વૃદ્ધિ દર ૪.૫ ટકાથી ૫.૫ ટકા રહેશે.

Tags :