BREAKING : ભારતે પાકિસ્તાન અને POKમાં આતંકવાદીઓના 9 કેમ્પ પર કરી એર સ્ટ્રાઈક, ઓપરેશન સિંદૂર અપાયું નામ
ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને POKમાં આતંકવાદીઓના ચોક્કસ ઠેકાણા પર હુમલો કર્યો છે. એ કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો છે જ્યાંથી પહલગામ હુમલાનું કાવતરું ઘડાયું હતું. આ ઓપરેશન લગભગ મોડી રાતે 1.30 વાગ્યાની આસપાસ કરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
સત્તાવારી રીતે મળતી માહિતી મુજબ કુલ 9 સ્થળો પર એકસાથે ભારતીય સેનાએ હુમલો કરી આતંકવાદી કેમ્પનો ખાત્મો બોલાવ્યો છે.
સરકારે જણાવ્યું હતું કે આ કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાને કોઈ પણ રીતે ટાર્ગેટ નથી કરાઈ.
મહત્ત્વનું છે કે 22 એપ્રિલ 2025ના રોજ પહલગામમાં આતંકવાદી હુમલામાં 26 નાગરિકોના મોત થયા હતા.
ભારતની એર સ્ટ્રાઈક પર અમેરિકાની પ્રતિક્રિયા
મોડી રાતે પાકિસ્તાન અને POKમાં આતંકવાદીઓના અડ્ડા પર એર સ્ટ્રાઈક અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે મને આ કાર્યવાહીની ખબર પડી અને મને લાગતું જ હતું કે કંઈક તો થવાનું છે. ભારત-પાકિસ્તાન વર્ષોથી લડે છે તે આપણે જાણીએ છીએ, આ લડાઈનો જલ્દીથી અંત આવે તેવું હું ઈચ્છું છું.
President Trump reacts to the news that India has launched missile strikes into Pakistan. https://t.co/TC2ROCL7wW
— Sky News (@SkyNews) May 6, 2025
📺 Sky 501, Virgin 602, Freeview 233 and YouTube pic.twitter.com/fEhnhChPeh