ભારતની વાયુસેનાનો પાકિસ્તાનમાં 100 કિ.મી. અંદર પ્રહાર, 9 ઠેકાણે વરસાવ્યો કહેર
Indian Forces Strike Terror Camps in Pakistan and PoK: આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતાં, ભારતે મંગળવારે રાત્રે 1.30 વાગ્યે 9 આતંકવાદી ઠેકાણા પર હવાઈ હુમલો કર્યો. આ હુમલાને 'ઓપરેશન સિંદૂર' નામ અપાયું છે. આ ત્રણેય સેનાઓનું સંયુક્ત ઓપરેશન હતું. ભારતના શક્તિશાળી દળોએ પાકિસ્તાનમાં 4 સ્થળો અને પીઓકેમાં 5 સ્થળોને નિશાન બનાવ્યા છે.
પાકિસ્તાનમાં ઘૂસી બહાદુર સેના
ભારતીય સેનાએ કુલ 9 ઠેકાણાં પર એરસ્ટ્રાઇક કરી છે. ભારતીય સેનાએ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની સૈન્ય સુવિધા પર નહીં પરંતુ આતંકવાદીઓના ઠેકાણાં પર સફળ એરસ્ટ્રાઇક કરવામાં આવી છે. એરસ્ટ્રાઇક બાદ ભારતીય સેનાએ ટ્વિટ કરીને જાણકારી આપતાં કહ્યું છે, કે 'ન્યાય થયો, જય હિન્દ'.
એરસ્ટ્રાઇકમાં તબાહ થાય આ 9 ઠેકાણાં
1. બહાવલપુર - આંતરરાષ્ટ્રીય સરહદથી લગભગ 100 કિ.મી. દૂર આવેલું છે, તે જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક હતું, જેને ભારતીય સેના દ્વારા ધ્વસ્ત કરાયું છે.
2. મુરિદકે - આ આતંકવાદી ઠેકાણું આંતરરાષ્ટ્રીય સરહદથી 30 કિ.મી. દૂર આવેલું છે. તે લશ્કર એ તૈયબાનો કેમ્પ હતો જે 26/11ના મુંબઈ હુમલા સાથે જોડાયેલો હતો.
3. ગુલપુર- આ આતંકવાદી ઠેકાણું LoC(પુંછ-રાજૌરી)થી 35 કિ.મી. દૂર આવેલું છે.
4. લશ્કર કેમ્પ સવાઈ - આ આતંકવાદી ઠેકાણું પીઓકે તંગધાર સેક્ટરમાં 30 કિ.મી. અંદર આવેલું છે.
5. બિલાલ કેમ્પ - જૈશ-એ-મોહમ્મદનું લોન્ચપેડ, આ ઠેકાણાનો ઉપયોગ આતંકવાદીઓને સરહદ પાર મોકલવા માટે કરવામાં આવતો હતો.
6. કોટલી - LoCથી 15 કિ.મી. દૂર સ્થિત લશ્કર કેમ્પ. આ એક એવું ઠેકાણું હતું જેમાં 50થી વધુ આતંકવાદીઓ હતા.
7. બરનાલા કેમ્પ- આ આતંકવાદી ઠેકાણું LoCથી 10 કિ.મી. દૂર આવેલું હતું.
8. સરજાલ કેમ્પ- જૈશનું તાલીમ કેન્દ્ર સાંબા-કઠુઆની સામે આંતરરાષ્ટ્રીય સરહદથી 8 કિ.મી. દૂર સ્થિત છે.
9. મેહમૂના કેમ્પ (સિયાલકોટ નજીક) - તે હિઝબુલ મુજાહિદ્દીનનો તાલીમ કેમ્પ હતો અને આંતરરાષ્ટ્રીય સરહદથી 15 કિ.મી. દૂર સ્થિત હતો.