Get The App

યુક્રેન યુદ્ધમાં પરમાણુ શસ્ત્રો ન વાપરવાનું નરેન્દ્ર મોદી જ પુતિનને સમજાવી શક્યા હતા

Updated: Mar 16th, 2023

GS TEAM

Google News
Google News
યુક્રેન યુદ્ધમાં પરમાણુ શસ્ત્રો ન વાપરવાનું નરેન્દ્ર મોદી જ પુતિનને સમજાવી શક્યા હતા 1 - image


- નોબેલ શાંતિપુરસ્કાર માટે મોદી અગ્રીમ સ્પર્ધક છે

- ભારત મોટેથી બોલતું નથી, કોઇને ધમકાવતું નથી, મિત્ર ભાવે તેણે સ્થાન મેળવ્યું છે, તે હ્યુમર પાવર બનવાનુ જ છે

નવી દિલ્હી : વિદેશ નીતિ નિષ્ણાત અને નોબેલ પ્રાઇઝ સમિતિના સભ્ય એસ્લે તોજે ભારતની યાત્રાએ છે. અહીં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં તેઓએ કહ્યું હતું કે ભારત એક મહાસત્તા બની રહેશે. વડાપ્રધાન મોદી જ (યુક્રેન) યુદ્ધ અટકાવી શકે તેમ છે, તેવો સૌથી વધુ વિશ્વસનીય નેતા છે. તેઓ જ શાંંતિ સ્થપાવી શકે તેમ છે, તેમ પણ તે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાએ કહ્યું હતું.

યુક્રેન યુદ્ધમાં પરમાણુ શસ્ત્રો વાપરવા સામે રશિયાને (પુતિનને) યાદ અપાવતા ભારતના પ્રયાસોની તોજેએ ભારોભાર પ્રશંસા કરી હતી. ભારતે પરમાણુ શસ્ત્ર ઉપયોગનાં પરિણામો વિષે પણ રશિયાને યાદ આપી હતી.

ભારત મોટેથી બોલતું નથી. કોઇને ધમકાવતું પણ નથી, તેણે તેનું સ્થાન મિત્રભાવે પ્રાપ્ત કરી લીધું છે.

આ સાથે તે વિદેશ નીતિ નિષ્ણાત અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા એસ્લેએ કહ્યું હતું કે નોબેલ શાંતિ પુરસ્કાર માટેના મોદી અગ્રીમ સ્પર્ધક છે.

ભારતની પ્રગતિની પ્રશંસા કરતાં તેઓએ પત્રકારોને કહ્યું હતું કે ભારત સમૃદ્ધ થઇ રહ્યું છે. બળવત્તર બની રહ્યું છે, તેનું કારણ મોદીની નીતિઓ છે.

આ વિદેશ નીતિના નિષ્ણાતે વધુમાં તેમ પણ કહ્યું હતું કે આપણને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં આવી વ્યક્તિઓની જરૂર પણ છે. મોદીની પ્રશંસા કરતાં તેઓએ કહ્યું હતું કે યુદ્ધ અટકાવવા માટે મોદી જ સૌથી વધુ વિશ્વસનીય નેતા છે, તેઓ જ શાંતિ સ્થપાવી શકે તેમ છે.

Tags :