રાજસ્થાનનો આરસ, મિર્ઝાપુરથી કાર્પેટ, નાગપુરના સેંગોલ : નવા સંસદભવનમાં એક ભારત, શ્રેષ્ઠ ભારતની ઝાંખી
- ત્રિપુરાનાં અગરતલાથી ફેલારિંગ માટે વાંસ આવ્યો છે
- બ્રાસ વર્ક અને પ્રિકાસ્ટ ટ્રેન્ચ અમદાવાદથી અને એલ.એસ.આર.એસ. ફોમ્સ સિલિંગ સંરચના દમણ અને દીવથી લેવાઈ છે
નવી દિલ્હી : નવા સંસદ ભવનનું આવતીકાલે વડાપ્રધાન મોદીના હસ્તે ઉદઘાટન થવાનું છે. તેને 'લોકતંત્ર મંદિર' તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરમાં 'એક ભારત - શ્રેષ્ઠ ભારતની ઝાંખી થઈ જશે.' તેનાં નિર્માણની સામગ્રી દેશના વિવિધ રાજ્યોમાંથી લાવવામાં આવી છે. જેથી આ ગૃહ મકાન નહીં બની રહેતાં લોકતંત્રનું હૃદય બની રહ્યું છે. તેમાં 'એક ભારત - શ્રેષ્ઠ ભારત'ની ઝાંખી થઈ શકે તેમ છે.
વડાપ્રધાન મોદી ૨૮ મે, રવિવારે નવા સંસદભવનનું ઉદઘાટન કરશે, તે સાથે ઐતિહાસિક 'રાજદંડ' સેંગોલ પણ તેઓ સ્થાપિત કરશે. આ સેંગોલને લોકસભા અધ્યક્ષના આસનની સમક્ષ રાખવામાં આવશે. આ ભવન માટેની સામગ્રી દેશના વિવિધ વિસ્તારોમાંથી મંગાવાઈ છે, તેની યાદી આ પ્રમાણેની છે.
(૧) નવા સંસદ ભવનનાં જે સેંગોલ રખાયો છે તેનું લાકડું મહારાષ્ટ્રના નાગુર પાસેથી ખરીદાયું છે.
(૨) લાલ કે સફેદ સ્ટેન્ડ સ્ટોન રાજસ્થાનના સર-મુથુરામાંથી ખરીદવામાં આવ્યો છે.
(૩) કાર્પેટ ઉ.પ્ર.ના મિર્ઝાપુરથી મગાવાઈ છે.
(૪) ફેલારિંગ માટે ત્રિપુરાના પાટનગર અગરતલાથી વાંસની પટીઓ મગાવાઈ છે.
(૫) સ્ટોન-જીલી-વર્કસ રાજસ્થાનમાં રાજનગર અને ઉ.પ્ર.ના નોઈડામાંથી મગાવાયા છે.
(૬) અશોક ચિન્હ મહારાષ્ટ્રના ઔરંગાબાદ અને રાજસ્થાનનાં જયપુરથી મંગાવાયા છે.
(૭) અશોકચક્ર મધ્ય પ્રદેશનાં ઈન્દોરથી મગાવાયા છે.
(૮) કેટલુંક ફર્નીચર મુંબઈથી આવ્યું છે.
(૯) લાલ લાપી રાજસ્થાનમાં જેસલમેરથી મંગાવાયા છે.
(૧૦) રાજસ્થાનનાં અંબાજીથી સફેદ આરસ ખરીદાયો છે.
(૧૧) કેસરી અને ગ્રીન સ્ટોન રાજસ્થાનનાં ઉદયપુરમાંથી મંગાવાયો છે.
(૧૨) પથ્થરનું નકશીકામ આબુ રોડ અને ઉદયપુરથી તૈયાર કરી પહોંચાડાયાં છે. કેટલાક પથ્થર રાજસ્થાનનાં કોટ-પુતલીથી પણ મગાવાયા છે.
(૧૩) બ્રાસ-વર્ક અને પ્રીકાસ-ટ્રેન્ચ ગુજરાતનાં અમદાવાદમાંથી ખરીદાયાં છે.
(૧૪) એલ.એસ. આરસો ફોન્સસિલીંગ સ્ટીલ-પ્લેટસ દમણ અને દીવમાંથી ખરીદવામાં આવ્યાં છે.