રિમોટ વોટિંગ મશીન પર આજે થશે ચર્ચા, ચૂંટણી પંચે તમામ રાષ્ટ્રીય પક્ષોની બેઠક બોલાવી
રિમોટ વોટિંગ મશીન પર ચર્ચા કરવા માટે એક બેઠક બોલાવી છે
પરપ્રાંતિય મતદારોને રિમોટ વોટિંગની સુવિધા આપવા બાબતે મહત્વની ચર્ચા કરવામાં આવશે.
Image Twitter |
નવી દિલ્હી, તા.16 જાન્યુઆરી-2023, સોમવાર
ચૂંટણી પંચે આજે 16 જાન્યુઆરી સોમવારના રોજ રિમોટ વોટિંગ મશીન પર ચર્ચા કરવા માટે એક બેઠક બોલાવી છે. ચૂંટણી પંચે આ બેઠકમાં દરેક રાષ્ટ્રીય પક્ષનાં અધ્યક્ષો તેમજ મુખ્યસચિવોને હાજર રહેવા કહ્યુ છે. બેઠકમાં પરપ્રાંતિય મતદારોને રિમોટ વોટિંગની સુવિધા આપવા બાબતે મહત્વની ચર્ચા કરવામાં આવશે.
ટેકનિકલ નિષ્ણાત સમિતિના સભ્યો પણ રહેશે હાજર
રિમોટ ઈવીએમના પ્રદર્શન દરમિયાન ચૂંટણી પંચના ટેકનિકલ નિષ્ણાત કમિટીના સભ્યો પણ હાજર રહેશે. જો તેનો અમલ કરવામાં આવે તો વિદેશી મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવો સરળ બની રહેશે. તેમને પોતાના જીલ્લામાં જવાની જરૂર પડશે નહીં. ચૂંટણી પંચના અધિકારીઓએ બીજા રાજ્યોમાં રહેતા મતદારોને ધ્યાનમા રાખીને આ મહત્વનો નિર્ણય કર્યો છે.