4 ફુટ ઊંચુ.. 600 કિલો વજન, શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં સ્થાપિત થશે ઓમકારેશ્વરનું વિશાળ શિવલિંગ
મધ્યપ્રદેશથી મંદિર માટે વિશાળ શિવલિંગ રવાના કરવામાં આવ્યું છે
Image Twitter |
તા. 19 ઓગસ્ટ 2023, શનિવાર
અયોધ્યામાં ભગવાન રામના બની રહેલા મંદિરનું ઉદ્ઘાટન આગામી વર્ષે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં થઈ શકે તેવી સંભાવના છે. વડાપ્રધાન કાર્યાલય તરફથી તારીખ મળ્યા બાદ તેની જાહેરાત કરવામાં આવશે. આ દરમિયાન હવેથી એક વાત નિશ્ચિત છે કે મંદિરના ઉદ્ઘાટન બાદ પણ રામભક્તોને ભગવાન રામની મૂર્તિને સ્પર્શ કરવાની તક મળશે નહીં. ભક્તોને ગર્ભગૃહમાં પણ પ્રવેશ આપવામાં આવશે નહીં.
મધ્યપ્રદેશથી મંદિર માટે વિશાળ શિવલિંગ રવાના કરવામાં આવ્યું છે
તો આ બાજુ મધ્યપ્રદેશથી મંદિર માટે વિશાળ શિવલિંગ મોકલવામાં આવી રહ્યું છે જેને સ્થાપિત રામમંદિર પરિસરમાં સ્થાપિત કરવામાં આવશે. આ શિવલિંગ પાકૃતિક છે. ઓમકારેશ્વર 12 જ્યોતિલિંગમાંથી એક છે અને આ એમપીના ખંડવા જિલ્લામા આવેલું છે.
મધ્યપ્રદેશના ઓમકારેશ્વરના 4 ફુટ ઊંચા પાકૃતિક શિવલિંગની સ્થાપના કરાશે
વાસ્તવમાં ઓમકારેશ્વરની પાસે આવેલા બિલ્લોરા ખુર્દના નજર નિહાલ આશ્રમમાં મહામંડલેશ્વરના શ્રી નર્મદાનંદ જી સાનિધ્યમાં 4 ફુટ ઉંચુ અને 600 કિલો વજનનું પાકૃતિક શિવલિંગનું પુજન કરવામાં આવ્યું હતું. નર્મદાનંદનુ કહેવુ છે કે અયોધ્યામાં રામલલ્લા મંદિરના પરિસરમાં 14 ફુટ પહોળાઈવાળા 6 મંદિરોમાંથી એક મંદિર મધ્યપ્રદેશના ઓમકારેશ્વરના 4 ફુટ ઊંચા પાકૃતિક શિવલિંગની સ્થાપના કરવામાં આવશે.
23 ઓગસ્ટના રોજ અયોધ્યા પહોચશે યાત્રા
એક માહિતી પ્રમાણે એમપીના ઉજ્જૈન, બ્યાવરા, શિવપુરી, કાનપુર થઈને લગભગ 1 હજાર કિલોમીટરની મુસાફરી કરી નર્મદેશ્વરની આ શિવલિંગ યાત્રા 23 ઓગસ્ટના રોજ પહોચશે. શિવલિંગના આગમનને લઈને ભવ્ય કાર્યક્રમની તૈયારી શરુ કરવામાં આવી છે. અહીં અયોધ્યા પહોચ્યા પછી રામ જન્મભૂમિમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે શિવલિંગ સ્થાપિત કરવામાં આવશે.